Shani Gochar: નવા વર્ષની શરૂઆતમાં શનિ ગોચરથી બનશે આ મહાયોગ, 5 રાશિવાળાનું ભાગ્ય પલટાશે, વિચાર્યું પણ નહીં હોય એટલો ધનલાભ થશે

Shani Gochar 2023: દરેક ગ્રહ રાશિ પરિવર્તિન કરતા રહે છે. ગ્રહોના આ રાશિ પરિવર્તનને ગ્રહ ગોચર કહે છે. આ દરમિયાન એક જ રાશિમાં બે ગ્રહોના મળવાથી અલગ અલગ યોગ બને છે જેનો પ્રભાવ તમામ રાશિના જાતકો પર પડતો હોય છે. 17 જાન્યુઆરી 2023ના રોજ શનિદેવ 30 વર્ષ બાદ કુંભમાં ગોચર કરશે. આવનારા નવા વર્ષમાં શનિ ગોચરથી એક આવો જ યોગ બનવાનો છે. શનિ દેવના રાશિ પરિવર્તનથી શશ મહાપુરુષ યોગ બનશે. શશ યોગ મહાયોગોમાંથી એક ગણાય છે. તે અનેક રાશિઓ માટે લાભદાયક છે. તો કેટલીક રાશિઓ માટે મુસીબત પણ વધારી શકે છે. જ્યોતિષ ગણતરી મુજબ કઈ રાશિને તેનાથી ફાયદો થશે તે ખાસ જાણો. 

મેષ રાશિ

1/5
image

મેષ રાશિમાં હાલ રાહુનું ગોચર છે અને આગામી વર્ષે ગુરુનું ગોચર હશે. શનિ મેષ રાશિના એકાદશ ભાવમાં ગોચર કરશે. આવામાં ધન સંપત્તિને લઈને તમારું  ભાગ્ય ચમકી જશે. તેનાથી નોકરી, કરિયર અને વેપારમાં ઉન્નતિ થશે. આવકમાં વધારો થશે. 

વૃષભ રાશિ

2/5
image

શનિ તમારી રાશિના દશમ ભાવમાં ગોચર કરશે જેનાથી કાર્યસ્થળ પર તમને પ્રગતિ જોવા મળશે. શનિ તમારી દશમ અને નવમ ભાવના સ્વામી પણ છે. આવામાં તમને ભાગ્યનો સાથ પણ મળશે અને તમામ પ્રકારના અટકેલા કાર્યો પણ પૂરા થશે. તમારી રાશિના સ્વામી શુક્ર છે જેને શનિ સાથે બને છે. આવામાં તમને લાભ પણ સારો થશે. 

કન્યા રાશિ

3/5
image

શનિ તમારી રાશિના છઠા ભાવમાં ગોચર કરશે ત્યારે તમને શશ યોગનો લાભ મળશે. તેનાથી તમારા તમામ શત્રુ પરાસ્ત થશે. રોગમાંથી પણ છૂટકારો મળશે. તમારું સાહસ અને પરાક્રમ પણ વધશે. તમામ કાર્યોમાંથી બાધાઓ દૂર થશે. કાનૂની મામલાઓમાં વિજય મળશે. નોકરી કે વેપારમાં પણ સફળતા મળશે. 

મકર રાશિ

4/5
image

શનિ  તમારી રાશિના બીજા ભાવમાં ગોચર કરશે. આવામાં શશ યોગના કારણે તમારા ખર્ચા પર લગામ લાગશે. ધનની આવક વધશે. આવક સર્જવામાં તમને સફળતા મળશે. બચત પણ થશે. કૌટુંબિક જીવનમાં તમે મધુરતા અને સામંજસ્યતા વધારશો તો ભાગ્યનો ભરપૂર સાથ મળશે. 

કુંભ રાશિ

5/5
image

તમારી રાશિના લગ્ન ભાવમાં શનિનું ગોચર હશે જે તમારા સ્વભાવની સાથે જ તમારું  ભાગ્ય પણ બદલી નાખશે. તમને જૂના રોગમાંથી મુક્તિ અપાવશે. પૈતૃક સંપત્તિ અંગેની કોઈ સમસ્યા હશે તો નિકાલ આવશે. જીવનસાથીનો સાથ મળશે. ભાગીદારીના વેપારમાં લાભ મળશે. 

(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)