સાક્ષી અને ઝીવાની લાગી સુપરહોટ, તેમની સામે બધા પડ્યા ઝાંખા ; ધોની હતો ગેરહાજર

1/7
image

બિઝનેસજગતના ટાયકુન મુકેશ અંબાણીની દીકરી ઈશાના લગ્ન આનંદ પીરામલ સાથે 12 ડિસેમ્બરના રોજ થવાનાં છે. આ પહેલા પ્રી વેડિંગ ફંક્શનનું આયોજન ઉદેપુરમાં કરવામાં આવ્યું છે. જ્યાં મહેંદી સેરેમની અને અન્ય કાર્યક્રમો થશે. આ કાર્યક્રમમાં બોલિવૂડ જગતથી લઈ રાજકારણ અને સ્પોર્ટ્સના તમામ સેલિબ્રિટીઓ હાજરી આપશે.. (PIC: Yogen Shah)

 

2/7
image

ઇશા અંબાણીના પ્રી વેડિંગ ફંક્શન માટે જીવા પોતાના મમ્મી સાથે ઉદેપુર આવી છે. સાક્ષીએ આ દરમિયાન બ્લુ રંગનો કુર્તો તેમજ જીવાએ પિંક રંગનું ફ્રોક પહેર્યું હતું. (PIC: Yogen Shah)

3/7
image

ઇશા અંબાણીના પ્રી વેડિંગ ફંક્શનમાં ધોની જોવા નહીં મળે પણ જીવા પત્ની મમ્મી સાક્ષી સાથે શામેલ થઈ છે અને બંને સુપરક્યુટ લાગતા હતા. (PIC: Yogen Shah)

4/7
image

મહેન્દ્ર સિંહ છેલ્લા કેટલાક સમયથી મુંબઈમાં છે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના મુંબઈના રિસેપ્શનમાં ધોની, પત્ની સાક્ષી તેમજ ટીમ ઇન્ડિયાનો ખેલાડી હાર્દિક પંડ્યા હાજર રહ્યો હતો. (PIC : IANS)

5/7
image

થોડા સમય પહેલાં સાક્ષી ધોનીએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામથી એક તસવીર શેયર કરી છે. આ તસવીરમાં સાક્ષી અને માહી સાથે સિંગર ગુરુ રંધાવા તેમજ સંજય દત્તની પત્ની માન્યતા દત્ત જોવા મળે છે.  (PIC: Sakshi Dhoni/Instagram)

6/7
image

ક્રિકેટથી દૂર રહેલા મહેન્દ્ર સિંહ ધોની થોડા સમય પહેલાં રાંચીમાં ટેનિસ રમતા દેખાયા હતા. (PIC : IANS)

7/7
image

ગયા મહિને જ મુંબઈમાં મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાના મિત્રો સાથે પત્ની સાક્ષીનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો છે. (PIC: Sakshi Dhoni/Instagram)