દાદા-દાદીના પહેલીવાર લગ્ન લેવાયા, 10 દીકરા અને 50 પૌત્ર-પૌત્રીઓનો પરિવાર મન મૂકીને ઝૂમ્યો

Unique Wedding : સાબરકાંઠા જિલ્લામાં આજે એક અનોખા લગ્ન યોજાયા.. જેમાં 70 વર્ષની ઉંમર વટાવી ચૂકેલા દાદા-દાદીના ધામધૂમથી લગ્ન થયા અને આ લગ્નમાં તેમના 10 દીકરા અને 50 પૌત્ર પૌત્રીઓ મન મૂકીને નાચ્યા હતા
 

1/6
image

સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના નાડા ગામે આદિવાસી સમાજના રીત રિવાજ મુજબ એક અનોખા લગ્ન યોજાયા હતા. જેમાં 70 વર્ષની ઉંમર વટાવી ચૂકેલા દાદા દાદીના ધામધૂમથી લગ્ન યોજાયા. તો આ દાદા દાદીની ચોથી પેઢી પણ લગ્નમાં ડીજેના તાલે ઝૂમી અને ખુશાલી વ્યક્ત કરી.  

2/6
image

70 વર્ષના દાદીને પીઠી પણ લગાવાઇ અને ખાટલે બેસાડી આખા ગામમાં તેમને ફેરવવામાં આવ્યા હતા. તો ફેરા ફરવા માટે દાદીમાં અશક્ત હોવાને લઈને પુત્રોએ માતાને તેડીને ફેરા ફરાવ્યા.   

3/6
image

આદિવાસી સમાજમાં લગ્નની ઉંમર સમય પૈસા ના હોય તો તે લોકો લગ્ન કરી શકતા નથી. પરંતુ આગેવાનોની સંમતિથી આ બંને પતિ પત્ની સાથે રહીને સંસાર માંડતા હોય છે અને જ્યારે તે લોકો પાસે પૈસાની વ્યવસ્થા થાય ત્યારે તેટલી ઉંમરે તેઓ લગ્ન કરતા હોય છે.

4/6
image

આ દાદા દાદી પાસે ચોથી પેઢીએ પૈસાની વ્યવસ્થા થઈ. તો 70 વર્ષની ઉંમરે પૈસાની વ્યવસ્થા થતા તેમના ધામધૂમથી લગ્ન યોજાયા અને આ લગ્નમાં આખું ગામ ઉમટ્યુ. ડીજેના તાલે લોકો નાચ્યા અને વર કેસરાભાઇ ગમાર અને કન્યા મંગુબેન ગમાર 70 વર્ષની આયુ વટાવ્યા બાદ લગ્ન ગ્રંથિથી જોડાયા. દાદા દાદીના લગ્નમાં દીકરા-દીકરી તો ખરા પણ પૌત્રોએ પણ મન મૂકીને મજા માણી...  

5/6
image

6/6
image