Roti Ke Totke: રોટલીના આ 5 ઉપાય અજમાવો, જીવનમાંથી તમામ દુ:ખ દૂર થઈ જશે!
જ્યોતિષમાં રાહુ અને કેતુના દોષ વ્યક્તિના જીવનને તબાહ કરનારા ગણાવવામાં આવે છે. તેના ખરાબ પ્રભાવથી વ્યક્તિ બરબાદ થઈ જાય છે. આવામાં અમે તમને રાહુ દોષ નિવારણ માટે રોટલીના 5 ઉપાય જણાવીશું.
રોટલીના ઉપાય
ભારત સનાતન સભ્યતાનો દેશ છે. અહીં દરેક કામ કરવા પાછળ ગ્રહોની ચાલ જોવામાં આવે છે. કારણ કે જીવનમાં દરેક ગ્રહ કોઈને કોઈ અસર છોડે છે. આવામાં રાહુ દોષ નિવારણ માટે રોટલીના આ 5 ટોટકા જાણો.
રાહુ દોષની અસર
કુંડળીમાં રાહુ ગ્રહને સ્વભાવમાં પાણીની સંજ્ઞા અપાઈ છે. તેનાથી ભાગ્ય પર અશુભ અસર થાય છે. તે મનમાં ભય પેદા કરનારો ગ્રહ છે. તેનાથી તમને કર્મ કર્યા બાદ પણ ફળ મળતું નથી.
તેલવાળી રોટલી કૂતરાને ખવડાવો
રોટલીમાં સરસવનું તેલ લગાડીને કૂતરાને તે રોટલી ખવડાવવાથી રાહુ દોષ ઓછો થાય છે. આ ઉપાય 15 દિવસ સુધી કરવો જોઈએ.
કાગડાને રોટલી
અમાસના દિવસે કાગડાને રોટલી ખવડાવવાથી રાહુનો દોષ ઓછો થાય છે. તેનાથી તમને પુણ્ય ફળ મળે છે.
કીડીને રોટલી
કીડીને ખાંડવાળી રોટલી ખવડાવવી એ શુભ મનાય છે. તેનાથી રાહુનો દોષ ઘણા અંશે ઓછો થાય છે.
પહેલી રોટલી ગાયને
રાહુ જ નહીં પરંતુ તમામ ગ્રહ દોષને પહોંચી વળવા માટે ઘરની પહેલી રોટલી હંમેશા ગાય માટે બાજુમાં કાઢવી જોઈએ. તેનાથી અશુભ ફળ ઓછું થાય છે.
કૂતરાને રોટલી
લડાઈ, ઝઘડા, કલેશથી બચવા માટે ઘરની પહેલી રોટલી કૂતરાને ખવડાવવી જોઈએ. તેનાથી રાહુ દોષ ઓછો થાય છે.
Disclaimer
અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
Trending Photos