Photos : હોલિવુડ સિંગર રિહાન્નાને ઈન્ટરવ્યૂમાં પૂછાયેલા પ્રશ્નની ચર્ચા આખા વિશ્વમાં થઈ

હંમેશા સેલિબ્રિટીઝને તેમની પર્સનલ લાઈફને લઈને ખુલ્લેઆમ સવાલો કરવામાં આવે છે. હાલમાં જ દુનિયાભરમાં ફેમસ સિંગર રિહાન્ના (Rihanna) ની સાથે પણ આવું જ થયું. જોકે રિહાન્નાઓ તરત જ પત્રકારનો તેનો જબડાતોડ જવાબ આપ્યો હતો. પરંતુ આવા સવાલ બાદ દુનિયાભરમાંથી રિહન્નાના ફેન્સના રિએક્શન સામે આવી રહ્યાં છે. લોકોનું કહેવું છે કે, આ પ્રકારનો સવાલ કોઈ સેલિબ્રિટી (Celebrities) ની અંગત જિંદગીમાં દખલ આપવા જેવો છે. પંરતુ હવે આ ઈન્ટરવ્યૂ બાદ રિહાન્નાના ફેન્સે સોશિયલ મીડિયા (Social Media) પર ચર્ચા શરૂ કરી છે.

નવી દિલ્હી :હંમેશા સેલિબ્રિટીઝને તેમની પર્સનલ લાઈફને લઈને ખુલ્લેઆમ સવાલો કરવામાં આવે છે. હાલમાં જ દુનિયાભરમાં ફેમસ સિંગર રિહાન્ના (Rihanna) ની સાથે પણ આવું જ થયું. જોકે રિહાન્નાઓ તરત જ પત્રકારનો તેનો જબડાતોડ જવાબ આપ્યો હતો. પરંતુ આવા સવાલ બાદ દુનિયાભરમાંથી રિહન્નાના ફેન્સના રિએક્શન સામે આવી રહ્યાં છે. લોકોનું કહેવું છે કે, આ પ્રકારનો સવાલ કોઈ સેલિબ્રિટી (Celebrities) ની અંગત જિંદગીમાં દખલ આપવા જેવો છે. પંરતુ હવે આ ઈન્ટરવ્યૂ બાદ રિહાન્નાના ફેન્સે સોશિયલ મીડિયા (Social Media) પર ચર્ચા શરૂ કરી છે.
 

1/5
image

વોગ મેગેઝીનની મુખ્ય સંપાદક અન્ના વિંટૌરે રિહાન્નાને તેના ફેમિલી પ્લાનિંગ વિશે પૂછીને તેને ચોંકાવી હતી. હોલિવુડ લાઈફ ડોટ કોમના રિપોર્ટ અનુસાર, અનેક લોકોએ અન્નાના સવાલને વિચિત્ર ગણાવ્યો હતો અને કહ્યું કે, કોઈ પણ સેલિબ્રિટીની પર્સનલ લાઈફમાં દખલ કરવા જેવો આ સવાલ છે. જોકે, રિહાન્નાએ બાદમાં કહ્યું કે, તે જાહેર સ્થળો પર આ પ્રકારના અંગત સવાલોનો સામનો કરી શકે છે.

રિહાન્નાએ જણાવ્યું કે, અનેક મહિલાઓ બહુ જ રક્ષાત્મક થઈ જાય છે. તે અંગત છે. તે આપણું શરીર છે અને આખરે હાલ આ આપણો સમય છે, તેખી જરૂરી નથી કે દરેક કોઈનું સપનુ માતા બનવાનું હોય. પરંતુ આ સપનુ મારું છું અને હું તેનાથી ખુશ છું. અન્ના ફક્ત એટલું જ જાણવા માંગે છે, જે લોકો જાણવા ઈચ્છે છે. 

2/5
image

વિંટૌરેની સાથે રિહાન્નાની આ વાતચીત નવેમ્બર મહિનાના અંકમાં પ્રકાશિત કરવામાં આવશે. હાલ આ પ્રેગનેન્સીની વાતનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ઈન્ટરવ્યૂમાં થયેલી વાતચીત તરફ લોકોનું ધ્યાન ખેંચાયું છે. 

3/5
image

69 વર્ષીય વિંટૌરે પ્રેગનેન્સીની અફવા વિશે રિહાન્નાને સીધુ જ પૂછ્યું હતું. આ સવાલ પર રિહાન્ના બહુ જ હેરાન થઈ ગઈ, તે તેના ચહેરા પર સ્પષ્ટ જોઈ શકાયું હતું. તેને એક દિગ્ગજ પત્રકાર પાસેથી આ પ્રકારના સવાલની આશા ન હતી. વિંટૌરેએ રિહાન્નાને પૂછ્યું કે, શું તમે કોઈ બાળકની ઈચ્છા રાખો છો?

 

4/5
image

રિહાન્નાએ આ વાતના જવાબમાં કહ્યું કે, હું આ ચીજો વિશે વધુ વિચારતી નથી. કેમ કે, મને આ વિશે ખબર પડતી નથી. આ પણ ભગવાનનું જ પ્લાનિંગ છે. પરંતુ આ ઈન્ટરવ્યૂ બાદ હું પ્રેગનેન્સીના અફવાઓની રાહ જોઈ રહી છું.

5/5
image

વોગની સાથે થયેલા ઈન્ટરવ્યૂમાં રિહાન્નાએ સાઉદીમાં બિઝનેસમેન હસન જમીલની સાથે પોતાના સંબંધો વિશેની પણ વાત કરી છે.