રિયા-શોવિકના ડ્રગ્સ કનેક્શનને લઇને મોટો ખુલાસો, સામે આવી Whatsapp ચેટ
સીબીઆઇએ ચોથા દિવસે ગુરૂવારે રિયાના પિતા ઇંદ્રજીત ચક્રવર્તી સાથે પૂછપરછ કરી. આ પૂછપરચહ લગભગ 5 કલાક સુધી ચાલી હતી. આ દરમિયાન સુશાંત કેસની મુખ્ય આરોપી રિયા ચક્રવર્તી અને તેમના ભાઇ શોવિકની એક લેટેસ્ટ ડ્રગ વોટ્સઅપ ચેટ સામે આવી છે.
નવી દિલ્હી: સીબીઆઇએ ચોથા દિવસે ગુરૂવારે રિયાના પિતા ઇંદ્રજીત ચક્રવર્તી સાથે પૂછપરછ કરી. આ પૂછપરચહ લગભગ 5 કલાક સુધી ચાલી હતી. આ દરમિયાન સુશાંત કેસની મુખ્ય આરોપી રિયા ચક્રવર્તી અને તેમના ભાઇ શોવિકની એક લેટેસ્ટ ડ્રગ્સ વોટ્સઅપ ચેટ સામે આવી છે. આ ચેટમાં બંને સુશાંત માટે ડ્રગ્સની વાત કરી રહ્યા છે.
રિયા ચક્રવર્તી અને શોવિક ચક્રવર્તી વચ્ચે એક ચેટ મળી છે
સૂત્રોના અનુસાર ડ્રગ્સની થ્યોરીમાં NCB ને રિયા ચક્રવર્તી અને શોવિક ચક્રવર્તી વચ્ચે એક ચેટ મળી છે. જેમાં 'બડ' (Bud) નામની ડ્રગ્સનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ ચેટ 15 માર્ચ 2020 ના રોજ રિયા ચક્રવર્તી અને શોવિક વચ્ચેની છે
આ ચેટ 15 માર્ચ 2020ના રોજ રિયા ચક્રવર્તી અને શોવિક ચક્રવર્તી વચ્ચેની છે. તેમાં રિયા ચક્રવર્તી શોવિકને કહી રહી છે કે તે (સુશાંત) દિવસમાં 4 વાર સ્મોક કરે છે, તો તે મુજબ જ પ્લાન કરવો. શોવિક પૂછે છે કે સુશાંતને 'બડ' (bud) પણ જોઇએ? જેનાપર રિયા જવાબ આપે છે, હાં 'બડ' પણ.
વાંચો પુરી ચેટ
વાંચો પુરી ચેટ.
રિયા- તે (સુશાંત) દિવસમાં 4 વાર સ્મોક કરે છે, તો તે મુજબ જ પ્લાન કરવો.
શોવિક- અને તેને 'બડ (bud) પણ જોઇએ?
રિયા- હાં 'બડ' પણ.
શોવિકે મંગાવ્યું ડ્રગ
શોવિક- ઠીક છે, તો આપણે 5gm 'બડ' લઇ શકીએ છીએ.
શોવિક- જે 20 Doods નું છે.......(20 સિગરેટ બની શકે છે)
મુંબઇમાં 'બડ' ડિમાંડ ખૂબ વધુ છે
તમને જણાવી દઇએ કે શોવિક જે 'બડ' (BUD) ની વાત કરી રહ્યા છે તો એક પ્રકારનું ડ્રગ છે, જે વિદેશોથી મુંબઇમાં લાવીને વેચવામાં આવે છે. મુંબઇમાં તેની ડિમાન્ડ ખૂબ વધુ છે અને આ કોકીનથી વધુ મોંઘુ મળે છે.
Trending Photos