રણબીર કપૂરના હમશકલ Junaid Shahનું થયું નિધન, ફોટો જોઇ ઋષિ કપૂર પણ છેતરાઇ ગયા હતા

બોલીવુડ એક્ટર રણબીર કપૂર (Ranbir Kapoor) ની માફક દેખાતા મોડલ જુનૈદ શાહ નિઘન થઇ ગયું છે. 

નવી દિલ્હી: બોલીવુડ એક્ટર રણબીર કપૂર (Ranbir Kapoor)ની માફક દેખાનાર મોડલ જુનૈદ શાહનું નિધન થઇ ગયું છે. સોશિયલ મીડિયા પર લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. તેમના એક નજીકના સંબંધી દ્વારા શેર કરવામાં આવેલી પોસ્ટમાં આ જાણકારી સામે આવી છે તેમને કાર્ડિએક અરેસ્ટ થયો છે. જેના લીધે શ્રીનગરના ઇલાહી બાગ પોતાના ઘરે જ તેમનું આકસ્મિક નિધન થઇ ગયું છે. તેમના પડોશી યૂસૂફ જમીલે સોશિયલ મીડિયા પર તેમના નિધનની પુષ્ટિ કરી છે. તેમણે ટ્વિટ કરતાં લખ્યું કે અમારા પડોશી નિસાર અહમદ શાહના પુત્ર જુનૈદ શાહ કાર્ડિએક અરેસ્ટના લીધે દુનિયા છોડીને ગયા છે. 

1/7
image

સોશિયલ મીડિયા પર પણ જુનૈદને લોકો રણબીર કપૂરના હમશકલના રૂપમાં ઓળખાતા હતા. 

2/7
image

કાશ્મીર જ નહી પરંતુ તે પોતાના લુક્સના કારણે આખા દેશમાં ખૂબ ફેમસ હતા અને મોડલિંગ કરતા હતા. 

3/7
image

ઘણીવાર જુનૈદના ફોટા સામે આવતા રહ્યા છે.

4/7
image

ઇંસ્ટાગ્રામ પર પણ લોકો તેમની અને રણબીરનો ફોટોને કોલાજ બનાવીને શેર કરતા હતા. 

5/7
image

જુનૈદનો ફક્ત ચહેરો જ નહી પરંતુ કદ, બાલ પણ રણબીર કપૂરને મળતા હતા.

6/7
image

એકવાર જુનૈદની તસવીરો જોઇને ઋષિ કપૂર પણ આશ્વર્યમાં પડી ગયા હતા.

7/7
image

ઋષિ કપૂરે જુનૈદનો ફોટો શેર કરતાં ખૂબ મજેદાર ટ્વિટ પણ લખી હતી. તમામ તસવીરો સાભાર: Instagram@RanbirkapoorFans