Photos: દાદી બન્યા બાદ ખુબ ખુશ જોવા મળ્યાં નીતૂ કપૂર, સામે આવી તસવીરો

Neetu Singh Photos: કપૂર ખાનદાનની પુત્રવધુ આલિયા ભટ્ટ માતા બનતા મુંબઈની હોસ્પિટલમાં પરિવારના સભ્યોની અવરજવર શરૂ થઈ ગઈ છે. આલિયા આ સમયે મુંબઈની રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં દાખલ છે. જ્યાં તેણે બાળકીને જન્મ આપ્યો છે. આ વચ્ચે નીતૂ કપૂર આલિયાને મળવા પહોંચ્યા હતા. દાદી બન્યા બાદ નીતૂ કપૂરની તસવીરો સામે આવી છે. 

1/5
image

લેટેસ્ટ ફોટોમાં નીતૂ કપૂર બ્લૂ કલરના હોફ શિમરી સૂટમાં જોવા મળ્યા. આ ફોટોમાં તેમના ચહેરા પર દાદી બનવાની ખુશી સ્પષ્ટ જોવા મળી રહી છે. નીતૂ કપૂરે હોસ્પિટલ પહોંચીને આલિયા અને પૌત્રી સાથે મુલાકાત કરી હતી. 

 

 

2/5
image

તસવીરોમાં નીતૂ કપૂર હોસ્પિટલ થઈને પોતાના ઘરે પહોંચ્યા હતા. તેમણે આ ખુશીના અવસર પર બાંદ્રા સ્થિત ઘરની બહાર પોઝ આપ્યા હતા. 

 

 

3/5
image

નીતૂ કપૂર જ્યારે પોતાના ઘર પર પહોંચ્યા તો પેપરાજીએ અભિનેત્રીને દાદી બનવા પર શુભેચ્છા આપી. નીતૂ કપૂરે આભાર વ્યક્ત કરતા બે હાથ જોડી તેનું અભિવાદન કર્યું હતું. 

4/5
image

આ ખુશીના અવસરે નીતૂ કપૂર પેપરાજીની સામે એક બાદ એક પોઝ આપતા જોવા મળ્યા હતા. બધી તસવીરોમાં નીતૂ કપૂરના ચહેરા પર ખુશી જોવા મળી હતી. 

5/5
image

તો આલિયા પણ સતત સોશિયલ મીડિયા પર બેબી બંપ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. આ તસવીરોમાં આલિયાના ચહેરા પર પ્રેગનેન્સી ગ્લો સ્પષ્ટ જોવા મળ્યો હતો. તો રણબીર પણ આલિયાનું પ્રેગનેન્સી દરમિયાન ધ્યાન રાખતો જોવા મળ્યો હતો.