શું વાત છે! ખાનગી નહિ, ગુજરાતની આ સરકારી શાળામાં એડમિશન લેવા માટે થાય છે પડાપડી

Rajkot Government School દિવ્યેશ જોશી/રાજકોટ : શૈક્ષણિક નવા સત્રની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ખાનગી સ્કૂલોમાં એડમિશન લેવા માટે પડાપડી થતી હોય તે સ્વાભાવિક છે કેમ કે આપણે ત્યાં એક એવી માન્યતા છે કે સરકારી સ્કૂલમાં યોગ્ય શિક્ષણ તેમજ સુવિધા આપવામાં આવતી નથી. પરંતુ આજે આપણે વાત કરી રહ્યા છીએ રાજકોટની એક એવી સરકારી સ્કૂલ કે જ્યાં એડમિશન લેવા માટે પડાપડી થઈ રહી છે. આ સરકારી સ્કૂલમાં એડમિશન મેળવવા માટે ભલામણના ફોન પણ આવી રહ્યા છે. ચાલો ત્યારે જાણીએ રાજકોટની આ કઈ સરકારી શાળા છે અને એવું તે ત્યાં શું ભણતર અને સુવિધા આપવામાં આવે છે!!!

૧થી૮ ધોરણમાં એડમિશન લેવા માટે મોટો ઘસારો

1/6
image

રાજકોટના નાના માવા રોડ પર આવેલ મોકાજી સર્કલ નજીક આવેલ શાળા નંબર ૯૩ શ્રીવિનોબા ભાવે પ્રાથમિક શાળા કે જે ખાનગી શાળાને પણ ટક્કર આપે તે પ્રકારની ત્યાં સુવિધાઓ તેમજ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આ શાળામાં નવા એડમિશન લેવા માટે મોટી સંખ્યામાં વાલીઓ આવી રહ્યાં છે. 

2/6
image

અહીંયા વાલીઓ પહેલા કે બીજા ધોરણમાં પ્રવેશ માટે આવે છે. પરંતુ 2 થી 8 ધોરણમાં પણ એડમિશન લેવા માટે વાલીઓ આવી રહ્યાં છે. આ વર્ષે નવા પ્રવેશની સંખ્યામાં વધારો થયો છે. પહેલા ધોરણના ક્લાસમાં એટલે કે બાલવાટીકા ક્લાસમાં 35થી 40 વિદ્યાર્થીઓની સંખ્યા થઈ ગઈ છે. 

પુસ્તક, ટ્રાન્સપોર્ટેશન, પ્રવાસ, યુનિફોર્મ સહિતનું બધું મુફ્ત

3/6
image

શાળાના પ્રિન્સીપાલ વનીતાબેન રાઠોડ જણાવે છે કે, વેકેશન દરમિયાન પણ દર બુધવારે શાળા ચાલુ રહેતી હતી. જેથી 2થી 8 ધોરણમાં 60 જેટલા નવા એડમિશન થયા છે. આ શાળામાં એડમિશન લેવા પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે. જેમ કે આ શાળા PMC શાળા છે. 

4/6
image

આખા રાજકોટ કોર્પોરેશનમાં PMCમાં પસંદ થયેલી આ શાળા છે. PMC શાળામાં ઘણા બધા લાભ છે. જેમ કે આ શાળામાં વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટેશન મળે છે, યુનિફોર્મ, સ્કુલ બેગ, ત્રણ પ્રવાસ સહિતની સુવિધા પુરી પાડવામાં આવે છે. શાળામાં બાસ્કેટ બોલનું ગ્રાઉન્ડ,એથ્લેટિક્સ સહિતની સુવિધા છે

સાયન્સ, મેથ્સ તેમજ વિજ્ઞાન પ્રદર્શન સહિતની એક્ટિવિટીના અલગ કલાસ

5/6
image

શ્રી વિનોબા ભાવે પ્રાથમિક શાળામાં સાયન્સ કોર્નર, મેથ્સ કોર્નર અને વિજ્ઞાન પ્રદર્શન સહિતની અલગ અલગ એક્ટીવીટી કરાવવામાં આવે છે. તેમજ તેના વર્ગખંડો પણ અલગ છે.

6/6
image

આ સાથે જ આ શાળામાં ભણતા વિદ્યાર્થીઓને દુરદર્શન અને રેડિયોમાં પ્રસારિત થતા કાર્યક્રમોમાં ભાગ લેવા માટે મોકલવામાં આવે છે. જેથી બાળકોનો વિકાસ ખુબ સારી રીતે થાય છે. આ તમામ પ્રવૃતિઓ ખુબ જ સારી રીતે કરવામાં આવતી હોવાથી વાલીઓ હવે રાજકોટની સરકારી શ્રી વિનોબા ભાવે પ્રાથમિક શાળા તરફ વળ્યાં છે.