પવિત્ર અધિક માસના સોમવારે કરો અનોખા હિંડોળાના દર્શન, નોટ-સિક્કાથી સજાવ્યું ઠાકોરનું પારણું
Rajkot News રાજકોટ : રાજકોટમાં અનોખા હિંડોળા દર્શન જોવા મળ્યા. ચલણી નોટમાંથી તૈયાર કરાયો કલાત્મક હિંડોળા તૈયાર કરાયા હતા. શ્રી અક્ષર મંદિર, ગોંડલ ખાતે મહિલા હરિભક્તો દ્વારા ચલણી નોટો અને સિક્કામાંથી અદભુત સુશોભન કરી ઠાકોરજી માટે સુંદર હિંડોળો તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં કુલ 75,500 રૂપિયાની કિંમતની ચલણી નોટોનો ઉપયોગ થયો છે.
ચલણી નોટોમાંથી કલાત્મક દિવડાઓ, વિવિધ સર્કલ્સ, આકર્ષક બટરફ્લાય અને સિક્કાઓ દ્વારા વટવૃક્ષ વગેરે, જેવી ભવ્ય સજાવટ કરવામાં આવી છે. તો સાથે જ પ્રકટ સત્પુરૂષના સદગુણોનું પ્રેરણાત્મક દર્શન પણ શોભામાં વિશેષ અભિવૃદ્ધિ કરે છે.
આપણા શાસ્ત્રોમાં ધનને 'બર્હિપ્રાણ'ની ઉપમાં આપવામાં આવી છે. પરંતુ તેનો ઉપયોગ જો ભગવાન અને સંતની સેવામાં થાય, તો તે શુભલક્ષ્મી બની જાય છે. આ જ વાતને અહીં ચરિતાર્થ કરતો હિંડોળો સૌના આર્કષણનું કેન્દ્ર બન્યો છે.
Trending Photos