અજમેરમાં ઇબાદત અને મંદિરમાં ફુલ ચઢાવી રાહુલ ગાંધીએ કર્યો ચૂંટણી પ્રચારનો પ્રારંભ
રાહુલ ગાંધીની સાથે પીસીસી ચીફ સચિન પાયલટ અને પૂર્વ મુખ્યમંત્રી અશોક ગહલોત પણ હાજર રહ્યા હતા.
ચૂંટણી સભાનો પ્રારંભ પહેલા તેઓ સોમવાર વહેલી સવારે અજમેર દરગાહ પહોંચ્યા હતો. જ્યાં તેમણે દરગાહમાં પાર્ટીની જીત માટે દુઆ કરી હતી. તમને જણાવી દઇએ કે તે દરમિયાન રાહુલ ગાંધીની સાથે પીસીસી ચીફ સચિન પાયલટ અને પૂર્વ મુખ્યમંત્રી અશોક ગહલોત પણ હાજર રહ્યા હતા.
7 ડિસેમ્બરથી મતદાન
રાજસ્થાનમાં 7 ડિસેમ્બરે વિધાનસભા ચૂંટણીને લઇને યોજાવનાર મતદાનથી પહેલા પ્રદેશમાં રાજકારણ તેના શિખર પર છે. આ કજીમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી પણ સોમવારથી તેમની ચૂંટણી સભાઓનો પ્રારંભ કર્યો હતો.
અજમેર દરગાહ પહોંચ્યા રાહુલ ગાંધી
જોકે, ચૂંટણી સભાના પ્રાંરભ પહેલા તેઓ સોમવાર વહેલી સવારે અજમેર પહોંચ્યાં હતા. જ્યાં તેમણે દરગાહમાં પાર્ટીની જીત માટે દુવા કરી હતી.
સચિન પાયલોટ અને અસોક ગહલોત પર રહ્યા હાજર
તમને જણાવી દઇએ કે, તે દરમિયાન રાહુલ ગાંધીની સાથે પીસીસી ચીફ સચિન પાયલોટ અને પૂર્વ મુખ્યમંત્રી અશોક ગહલોત પણ હાજર રહ્યાં છે.
પુષ્કર સરોવર પર કરી પૂજા અર્ચના
ત્યારબાદ તેમણે પુષ્કરમાં પુષ્કર સરોવર પર પૂજા અર્ચના કરી હતી. આ પૂજા અર્ચના પંડિત નંદલાલે કરાવી હતી.
ગાંધી પરિવારના ઘણા સદસ્ય કરી ચુક્યાં છે અહીં પૂજા
તમને જણાવી દઇએ કે, આ પહેલા પણ ગાંધી પરિવારના ઘણા સદસ્યો આ ઘાટની પૂજા કરી ચૂંક્યા છે પરંતુ આ પહેલીવાર છે કે જ્યારે રાહુલ ગાંધીએ અહીંયા પૂજા અર્ચના કરી હતી.
આજે પોકરણમાં કરશે ચૂંટણી સભા
ઉલ્લેખનીય છે કે રાહુલ સોમવારે જોધપુર, જાલૌર અને પોકરણમાં ચૂંટણી સભા કરશે.
Trending Photos