'પુષ્પા 2' એ એક સાથે 5 બ્લોકબસ્ટર ફિલ્મનો રેકોર્ડ કર્યો ચકનાચૂર, બે દિવસમાં રચ્યો ઈતિહાસ

Pushpa 2 Broke 5 Blockbuster Movies Record: અલ્લુ અર્જુન, રશ્મિકા મંદાના અને ફહદ ફાસિલની ફિલ્મ 'પુષ્પા 2: ધ રૂલ' આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક છે. ફિલ્મે ગુરુવારે 5 ડિસેમ્બરે દુનિયાભરના સિનેમાઘરોમાં રિલીઝ થતા જ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. પુષ્પા 2એ પહેલા જ દિવસે છપ્પરફાડ કમાણી કરી અને બીજ દિવસે બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચી દીધો છે. આ ફિલ્મે રિલીઝના બે દિવસની અંદર જ ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ લિસ્ટમાં એક-બે નહીં પરંતુ ઘણી ફિલ્મોના નામ સામેલ છે.

'પુષ્પા 2'એ તોડ્યા અનેક ફિલ્મોના રેકોર્ડ

1/6
image

'પુષ્પા 2: ધ રૂલ' 5 ડિસેમ્બર 2024ના રોજ રિલીઝ થઈ છે. આ ફિલ્મે રિલીઝ થતા જ પહેલા દિવસે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. ફિલ્મે પહેલા દિવસે 294 કરોડ રૂપિયાનો બિઝનેશ કર્યો છે, જ્યારબાદ આ ભારતીય સિનેમાની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ બની ગઈ છે. બીજા દિવસે ફિલ્મે 90.10 કરોડ રૂપિયાની કમાણી કરી અને આ રીતે બે દિવસમાં ભારતીય કલેક્શન કુલ 265 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું. સાથે જ ફિલ્મે બે દિવસની અંદર વર્લ્ડવાઈડ 400 કરોડ રૂપિયાનો આંકડો પર કરી લીધો છે. આ ઉપરાંત આ ફિલ્મે ઘણી હાઈ ઓપનિંગ ફિલ્મોનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.

બાહુબલી 2 (2017)

2/6
image

આ લિસ્ટમાં સૌથી પહેલા 2017માં રિલીઝ થયેલી પ્રભાસ અને અનુષ્કા શેટ્ટીની બ્લોકબસ્ટર ફિલ્મ 'બાહુબલી 2'નું નામ સામેલ છે. આ ફિલ્મ પહેલા દિવસે 121 કરોડ રૂપિાની કમાણી કરનાર સૌથી મોટી ભારતીય ઓપનર હતી, પરંતુ 'પુષ્પા 2'એ બાહુબલી 2નો આ શાનદાર રેકોર્ડ તોડીને પહેલા દિવસે 294 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જ્યારબાદ આ ફિલ્મ ભારતની સૌથી મોટી ઓપનિંગ કરનારી ફિલ્મ બની ગઈ છે, જેણે ભારતીય સિનેમામાં નવો ઈતિહાસ રચી દીધો છે.

KGF 2 (2022)

3/6
image

બીજી નંબર પર આવે છે કન્નડ સુપરસ્ટાર યશની ફિલ્મ 'KGF 2". આ ફિલ્મ 2022માં રિલીઝ થઈ હતી, જેણે પહેલા દિવસે 134.5 કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને બીજા દિવસે 00થી 115 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. એટલે કે બે દિવસમાં ફિલ્મે 275 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. પરંતુ 'પુષ્પા 2'એ તે ફિલ્મનો રેકોર્ડ તોડીને બે દિવસની અંદર 384 કરોડની કમાણી કરીને વર્લ્ડવાઈડ 400 કરોડનો આંકડો પાર કરીને ઈતિહાસ રચી દીધો છે.

RRR (2022)

4/6
image

હવે તે જ વર્ષે 2022માં રિલીઝ થયેલ રામ ચરણ અને જુનિયર એનટીઆરની ફિલ્મ 'RRR'ની વાત કરીએ. આ ફિલ્મ તે વર્ષની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ પણ હતી, જેણે બમ્પર ઓપનિંગ કર્યું હતું અને 223 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, પરંતુ આ ફિલ્મનો રેકોર્ડ તોડીને અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્નાની ફિલ્મ 'પુષ્પા 2' ભારતની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ બની ગઈ છે. આ ઉપરાંત તે બોક્સ ઓફિસ પર સતત સારી કમાણી કરી રહી છે.

પઠાણ (2023)

5/6
image

હવે વાત કરીએ ગયા વર્ષે દુનિયાભરમના સિનેમાઘરોમાં રેકોર્ડ તોડ કમાણી કરનાર શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ 'પઠાણ'ની. 'પુષ્પા 2' એ હિન્દીમાં સૌથી મોટી નોન-હોલીડે ઓપનિંગનો રેકોર્ડ પણ તોડ્યો છે. જે અગાઉ પઠાણના નામે હતો. આ ફિલ્મે પહેલા દિવસે 55.75 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, પરંતુ 'પુષ્પા 2' એ તેને પાછળ છોડીને એક નવો રેકોર્ડ બનાવ્યો, જે હિન્દી ફિલ્મો માટે એક મોટી ઉપલબ્ધિ માનવામાં આવે છે.

જવાન (2023)

6/6
image

છેલ્લે વાત કરીએ તે જ વર્ષ રિલીઝ થયેલી શાહરૂખ ખાન અને નયનથારાની એક્શન ફિલ્મ 'જવાન' વિશે. તેનો ક્રેઝ પણ 'પુષ્પા 2' જેવો જ હતો, પરંતુ પુષ્પા 2એ હિન્દીમાં સૌથી મોટી ઓપનિંગ કરીને 'જવાન'નો રેકોર્ડ પણ તોડી નાખ્યો હતો, જેણે પહેલા દિવસે 64 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મે મોટા પડદા પર શાનદાર એન્ટ્રી કરી હતી અને દર્શકો તરફથી તેને સારો પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી સાથે આગળ વધી રહી છે.