16 વર્ષ નાના ગુરપ્રીત કૌર CM ભગવંત માનના દુલ્હન બન્યા, માંગ ટીકામાં છે મોટું રહસ્ય છૂપાયેલું, જુઓ PHOTOS

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આજે બીજીવાર લગ્ન કરીને પોતાની નવી જિંદગીની શરૂઆત કરી. ભગવંત માનના લગ્ન ડોક્ટર ગુરપ્રીત કૌર સાથે થયા છે. તેમના લગ્નની તસવીરો પણ સામે આવી છે.

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આજે બીજીવાર લગ્ન કરીને પોતાની નવી જિંદગીની શરૂઆત કરી. ભગવંત માનના લગ્ન ડોક્ટર ગુરપ્રીત કૌર સાથે થયા છે. તેમના લગ્નની તસવીરો પણ સામે આવી છે. ચંડીગઢમાં સીએમ હાઉસ ખાતે એક ખાનગી સમારોહમાં સીએમ માને ડો. ગુરપ્રીત કૌર સાથે લગ્ન કર્યા. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ, આપના સાંસદ રાઘવ ચડ્ઢા સમારોહમાં સામેલ થયા. 

1/12
image

ફોટામાં ભગવંત માન પંજાબી ટ્રેડિશન મુજબ હાથમાં મોટી તલવાર લઈને ઊભેલા દેખાય છે. ભગવંત માનનું વેડિંગ લૂક સિંપલ હોવાની સાથે સાથે ક્લાસી પણ છે. વરરાજાના પોષાકમાં પંજાબના સીએમ ભગવંત માનના ઠાઠ લાગી રહ્યા છે. તેમણે વેડિંગ ડે પર સિલ્કનો ગોલ્ડન કલરનો કૂર્તો પાઈજામો પહેર્યા છે. આ સાથે જ તેમણે નહેરું જેકેટ પણ પહેર્યું. ભગવંત માને પોતાની પાઘડીને પણ વેડિંગ ડ્રેસ સાથે મેચ કરી. તેમણે યલ્લો કલરની પાઘડીને મોતી અને સ્ટોનથી બનેલા બ્રોચથી સજાવ્યું. 

2/12
image

લગ્ન પહેલા સીએમ ભગવંત માનનો રસ્તો તેમની સાળીઓએ રોક્યો હતો. ત્યારબાદ રિબિન કાપવાના નેગના પૈસા પણ લેવાયા. આ દરમિાયન કેજરીવાલ પણ તેમની સાથે જોવા મળ્યા. 

3/12
image

ફોટામાં ભગવંત માન પંજાબી ટ્રેડિશન મુજબ હાથમાં મોટી તલવાર લઈને ઊભેલા દેખાય છે. ભગવંત માનનું વેડિંગ લૂક સિંપલ હોવાની સાથે સાથે ક્લાસી પણ છે. 

4/12
image

સીએમ માનના લગ્નની જે તસવીરો સામે આવી છે તેમાં સીએમ માન સાથે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, રાઘવ ચડ્ઢા પરિવાર સહિત જોવા મળ્યા. 

5/12
image

ગુરપ્રીત કૌરે ગોલ્ડન માંગ ટીકો પહેર્યો છે. તેમણે જે માંગ ટીકો પહેર્યો છે તેને પીપલ પત્તી (પીપળાનું પાન) કહે છે. પંજાબી કલ્ચરમાં તેને વેડિંગ લૂકનો મહત્વનો ભાગ કહેવામાં આવે છે. 

6/12
image

તસવીરોમાં ભગવંત માન અને તેમના જીવનસાથી ગુરપ્રીત કૌરના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે જેને જોતા અંદાજો લગાવી શકાય કે તેઓ જીવનની આ નવી શરૂઆતથી ખુબ જ રોમાંચિત છે. 

7/12
image

અત્રે જણાવવાનું કે પંજાબના ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે પહેલીવાર કોઈના સીએમ પદે રહેતા લગ્ન થયા છે. 

8/12
image

લગ્ન પહેલા સીએમ ભગવંત માનનો રસ્તો તેમની સાળીઓએ રોક્યો હતો. ત્યારબાદ રિબિન કાપવાના શગુનના પૈસા પણ લેવાયા. આ દરમિયાન કેજરીવાલ પણ તેમની સાથે જોવા મળ્યા. 

9/12
image

ભગવંત માન અને ગુરપ્રીત કૌરના લગ્ન શીખ રીતિ રિવાજથી થયા. લગ્ન સમારોહ સીએમ નિવાસે જ રાખવામાં આવ્યો હતો. 

10/12
image

ભગવંત માનના માતા અને બહેને પોતે ગુરપ્રીત કૌરને પસંદ કર્યા છે. ગુરપ્રીત કૌર ભગવંત માનના પરિવારની ખુબ નીકટ છે. 

11/12
image

સીએમ ભગવંત માનના આ બીજા લગ્ન છે. તેમણે 6 વર્ષ પહેલા ડિવોર્સ લીધા હતા. તેમના પહેલા પત્ની અને બે બાળકો અમેરિકા રહે છે. 

12/12
image

સીએમ ભગવંત માનના લગ્ન એકદમ સાદા સમારોહમાં થયા. મર્યાદિત લોકો જ લગ્નમાં સામેલ થયા. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પરિવાર સાથે જોવા મળ્યા. તેઓ ભગવંત માનને પોતાના નાના ભાઈ માને છે.