20 મિનિટ સુધી ફ્લાઇઓવર પર કેવી રીતે ફસાયો PM મોદીનો કાફલો, સામે આવી તસવીરો

પંજાબના ફિરોઝપુર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ની રેલી રદ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, ગૃહ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે પીએમની સુરક્ષામાં ક્ષતિના કારણે ફિરોઝપુરમાં રેલી રદ કરવામાં આવી છે. નવા કૃષિ કાયદા (New Agriculture Laws) ને રદ્દ કર્યા બાદ પીએમ નરેન્દ્ર મોદી પહેલીવાર પંજાબની મુલાકાતે (PM Narendra Modi Punjab Visit) જવાના હતા અને ફિરોઝપુર જવા માટે પણ રવાના થયા હતા, પરંતુ સુરક્ષાના કારણોસર રેલી રદ કરવી પડી હતી.પીએમનો કાફલો 15-20 મિનિટ સુધી ફ્લાઇઓવર પર ફસાયો હતો. 

રોડ માર્ગે થયા હતા રવાના

1/4
image

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે આજે સવારે પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) ભટિંડા પહોંચ્યા, જ્યાંથી તેઓ હેલિકોપ્ટર દ્વારા હુસૈનીવાલા સ્થિત રાષ્ટ્રીય શહીદ સ્મારક જવાના હતા. વરસાદ અને નબળી વિઝિબિલિટીના કારણે, પીએમ હવામાન ચોખ્ખું થવા માટે લગભગ 20 મિનિટ રાહ જોતા હતા. જ્યારે હવામાનમાં સુધારો ન થયો તો નક્કી કરવામાં આવ્યું હતું કે તેઓ રોડ માર્ગે નેશનલ મેરીટોરીયસ મેમોરિયલની મુલાકાત લેશે, જેમાં 2 કલાકથી વધુ સમય લાગશે.

પ્રદર્શનકારીઓએ રસ્તો કર્યો જામ

2/4
image

નિવેદન અનુસાર, 'ડીજીપી પંજાબ પોલીસ દ્વારા જરૂરી સુરક્ષા વ્યવસ્થાની પુષ્ટિ કર્યા પછી, તેઓ રોડ માર્ગે મુસાફરી કરવા માટે આગળ વધ્યા હતા. હુસૈનીવાલામાં રાષ્ટ્રીય શહીદ સ્મારકથી લગભગ 30 કિમી દૂર, જ્યારે પીએમનો કાફલો ફ્લાયઓવર પર પહોંચ્યો, ત્યારે જાણવા મળ્યું કે કેટલાક વિરોધીઓએ રસ્તો રોકી દીધો હતો. આ પછી પીએમ મોદી 15-20 મિનિટ સુધી ફ્લાયઓવર પર અટવાયા હતા. પીએમની સુરક્ષામાં આ એક મોટી ખામી હતી.

ગૃહ મંત્રાલયે જાહેર કર્યું નિવેદન

3/4
image

ગૃહ મંત્રાલયે કહ્યું, "પંજાબ સરકારને પ્રધાનમંત્રીના સમયપત્રક અને પ્રવાસની યોજનાઓ વિશે પહેલાથી જ જાણ કરવામાં આવી હતી. પ્રક્રિયા મુજબ, તેઓએ સુરક્ષા માટે જરૂરી વ્યવસ્થા કરવાની સાથે સાથે આકસ્મિક યોજના તૈયાર રાખવાની રહેશે. ઉપરાંત, આકસ્મિક યોજનાને ધ્યાનમાં રાખીને, પંજાબ સરકારે રસ્તા દ્વારા કોઈપણ હિલચાલને સુરક્ષિત કરવા માટે વધારાની સુરક્ષા તૈનાત કરવી પડશે, જે સ્પષ્ટપણે તૈનાત કરવામાં આવી ન હતી. 

રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ

4/4
image

આ સુરક્ષા ચૂક બાદ બઠિંડા એરપોર્ટ પર પરત ફરવાનો નિર્ણય લેવામાં આવ્યો. ગૃહ મંત્રાલયે સુરક્ષામાં આ ગંભીર ચૂકનું સંજ્ઞાન લેતાં રાજ્ય સરકાર પાસે વિસ્તૃત રિપોર્ટ માંગ્યો છે. રાજ્ય સરકારે પણ આ ચૂકની જવાબદારી નક્કી કરી સખત કાર્યવાહી કરવા માટે કહ્યું છે.