જાતે જ યુદ્ધના મેદાનમાં ઉતર્યા આ દેશના રાષ્ટ્રપતિ, કરવામાં આવી હત્યા
ઝી બ્યૂરો, અમદાવાદઃ આફ્રીકી દેશ ચાડના રાષ્ટ્રપતિ ઈદરિસ ડેબી ઈતનોની હત્યા કરવામાં આવી. 3 દશકાથી પણ વધારે સમય સુધી ચાડના રાષ્ટ્રપતિ રહેલા ઈદરિસ ડેબીની હત્યા એ સમયે કરવામાં આવી જે સમયે તે પોતે યુદ્ધના મેદાનમાં ઉતરી પડ્યા હતા.
જવાબી કાર્યવાહીમાં સેનાનું નેતૃત્વ કરતા રાષ્ટ્રપતિ
ચાડની સેનાએ રાષ્ટ્રીય ટેલીવિઝન અને રેડિયો પર તેમના નિધનની જાહેરાત મંગળવારે કરવામાં આવી છે. વિદ્રોહિયોના હુમલા પછી જવાબી કાર્યવાહીમાં સેનાનું નેતૃત્વ કરતા રાષ્ટ્રપતિ ઈદરિસ ઈજાગ્રસ્ત થયા હતા ત્યાર બાદ તેમનું નિધન થયું હતું. હાલ જ સંપન્ન થયેલા રાષ્ટ્રપતિના મતદાનમાં ઈદરિસ છઠ્ઠી વખત દેશના રાષ્ટ્રપતિ બન્યા હતા. રાષ્ટ્રપતિના મૃત્યુ પછી ડેબીના 37 વર્ષીય પુત્ર મહામત ઈગરિસ ડેબી ઈતનો હવે 18 મહીનાના સંક્રમણકાલીન પરિષદનું નેતૃત્વ કરશે.સેનાએ જણાવ્યું કે દેશમાં સાંજે 6 વાગ્યાથી નાઈટ કર્ફ્યૂ લગાવવાની જાહેરાત કરવામાં આવી છે.
ચાડમાં હજુ પણ ચાલી રહ્યો છે સંઘર્ષ
ડેબીનું કઈ પરિસ્થિતિમાં મૃત્યુ તેની હાલ વિસ્તૃત રીત જાણકારી મળી નથી પરંતુ વિદ્રોહિયોંની સામે જે વિસ્તારમાં સંઘર્ષ ચાલી રહ્યો હતો રાષ્ટ્રપતિ ઈદરિસ તે જ વિસ્તારમાં ઈજાગ્રસ્ત થયા હતા તેમના પર ત્યાં જ આક્રમણ થયું છે. સેનાના પૂર્વ કમાંડર-ઈન-ચીફ ડેબી 1990માં સત્તામાં આવ્યા એ સમયે વિદ્રોહીબળોએ રાષ્ટ્રીપતિ હિસેન હબરેને પદ પરથી હટાવી દિધા હતા ત્યાર પછી તેમને સેનેગલમાં આંતરરાષ્ટ્રીય અધિકારણને માનવાધિકારોના ઉલ્લંઘનના દોષી ઠેરવવામાં આવ્યા હતા. જેબીએ કેટલાય સશસ્ત્ર વિદ્રોહનો સામનો કર્યો અને સત્તા પર અડગ રહ્યા.
બળવો ફાટી નીકળ્યો
અત્યારના સમયમાં તેમની સામે બળવો ફાટી નીકળ્યો છે જેનું નેતૃત્વ પોતાને 'ફ્રન્ટ ફોર ચેન્જ' અને 'કોન્કોર્ડ ઈન ચાડ' બતાવવા વાળો સમૂહ કરી રહ્યો છે. વિદ્રોહી હથિર સાથે હતા અને તેમને પડોસી લીબિયામાં પ્રશિક્ષણ મેળવ્યું હતું ત્યાર બાદ તેઓ 11 એપ્રિલે ઉત્તરી ચાડમાં ઘૂસ્યા. આ દિલસે ચાડમાં રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી પણ હતી. આ ચૂંટણીમાં ડેબીના કેટલાક શર્ષ વિપક્ષી ઉમેદવારોએ બહિષ્કાર કર્યો હતો.રાષ્ટ્રપતિ ઈદરિસ જીતી ચૂક્યા હતા. તેમના મૃત્યુની ખબર રાષ્ટ્રપતિના મતદાનના પરિણામના થોડા કલાકો પછી જ આવી હતી. આ મતદાનમાં જીતથી તેમના અને 6 વર્ષ સુધી સત્તામા રહેવા માટેનો માર્ગ ખુલી ગયો હતો. ડેબી આફ્રીકામાં ઈસ્લામીક ચરમપંથીઓની સામેની લઈડામાં ફ્રાન્સના મોટા સહયોગી હતા. ચાડ પર વિદ્રોહિયોનું જોખમ ત્યારે સર્જાયું જ્યારે ચૂંટણી સમયે મોટી સંખ્યામાં વિદ્રોહી હથિયર લઈને દેશની રાજધાની એનજામિયા તરફ વધ્યા. અમેરીકી વિદેશ મંત્રાલયે ચાડમાં પોતાના દૂતાવાસમાં કાર્યરત તમામ બિનજરૂરી રાજદ્વારીઓને દેશ છોડવા જણાવ્યું હતું.
બોકો હરામના વર્ચસ્વવાળા વિસ્તાર
અત્યારના દિવસોમાં પડોસી દેશો સૂડાન, નાઈઝીરિયા અને સેંટ્રલ આફ્રીકન રિપબ્લિક અને મોટી સંખ્યામાં શરણાર્થિયોએ શરણ લીધી છે. આ સિવાય ચાડના નાગરિકોને પણ પોતાનું ઘર છોડવું પડ્યું છે. ખાસ કરીને એ વિસ્તારથી લોકોને પોતાનું ઘર છોડવું પડ્યું જ્યાં બોકો હરામનું વર્ચસ્વ છે.
Trending Photos