Women’s Day 2024: દેશની શક્તિશાળી મહિલાઓએ કરાવ્યું છે આ ઐતિહાસિક જગ્યાઓનું નિર્માણ, તમે કેટલી જોઈ છે આમાંથી ?

Women’s Day 2024: ભારતની સંસ્કૃતિ અને સમૃદ્ધિને જોવી હોય તો કેટલાક ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવી જોઈએ. આ ઐતિહાસિક સ્થળોની સુંદરતા અને તેનો ઇતિહાસ તમારા પણ હોશ ઉડાવી દેશે. ભારતમાં એવી પણ ઐતિહાસિક ધરોહર છે જેનું નિર્માણ પુરુષોએ નહીં પરંતુ સશક્ત મહિલાઓએ કરાવ્યું છે. ભારતના ઇતિહાસમાં પુરુષોનું જેટલું યોગદાન છે એટલું જ યોગદાન શક્તિશાળી મહિલાઓનું પણ રહ્યું છે. આજે તમને આવી જ કેટલીક ઐતિહાસિક ધરોહરો વિશે જણાવીએ જેનું નિર્માણ મહિલાઓએ કરાવ્યું છે. 

રાણીની વાવ

1/5
image

ગુજરાતના પાટણ જિલ્લામાં આવેલી રાણીની વાવ રાણી ઉદયમતી એ 11 મી સદીમાં બનાવડાવી હતી. તેમણે આ વાવનું નિર્માણ તેના પતિ રાજા ભીમદેવની યાદમાં કરાવ્યું હતું. સાત માળની આ વાવનો આકાર ઉંધા મંદિર જેવો છે. એટલે કે તેનો ઉપરનો ભાગ સૌથી પહોળો છે અને જેમ જેમ વાવમાં નીચે ઉતરો તેમ જગ્યા સાંકળી થાય છે.

હુમાયુ નો મકબરો

2/5
image

દિલ્હીમાં આવેલો હુમાયુ નો મકબરો 1556 માં બાદશાહ હુમાયુના મૃત્યુ પછી તેમની બેગમ હમીદાબાનો એ બનાવડાવ્યો હતો. આ મકબરાનું કામ 1569 સુધી ચાલ્યું હતું. આ મકબરો ખૂબ જ સુંદર છે. તેને પણ યુનેસ્કોએ વિશ્વ ધરોહરની શ્રેણીમાં સામેલ કર્યો છે. 

વિરુપાક્ષ મંદિર

3/5
image

આ મંદિર કર્ણાટક રાજ્યના હમ્પીમાં આવેલું છે. તુંગભદ્રા નદીના કિનારે બનેલું આ મંદિર ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ મંદિર 14 મી શતાબ્દીનું છે અને તેનું નિર્માણ રાણી લોકમહાદેવીએ કરાવ્યું હતું. આ મંદિર દ્રવિડ શૈલીમાં બનેલું છે. યુનેસ્કો દ્વારા આ મંદિરને પણ હેરિટેજ સાઇટમાં સામેલ કરવામાં આવ્યું છે. 

મિર્જાન કિલ્લો

4/5
image

મિર્જાન કિલ્લો કર્ણાટકમાં આવેલો છે. તેનું નિર્માણ સોળમી સદીમાં રાણી ચેન્નાભૈરદેવીએ કરાવ્યું હતું. તેમને પેપર ક્વીન ઓફ ઇન્ડિયા તરીકે પણ ઓળખવામાં આવતા હતા. તેમણે 54 વર્ષ સુધી શાસન કર્યું હતું. તેઓ ભારતમાં સૌથી વધુ સમય સુધી શાસન કરનાર મહિલા હતા. તેમણે આ અત્યંત સુંદર અને શાનદાર કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું.

અત્માદ-ઉદ-દૌલા મકબરો

5/5
image

આ અકબરાનું નિર્માણ બેગમ નૂર જહાં એ આગ્રામાં કરાવ્યું હતું. આ મકબરાનું નિર્માણ કાર્ય 1622 માં શરૂ થયું અને 1628 માં મકબરો તૈયાર થઈ ગયો હતો. આ મકબરો સફેદ આરસથી બનાવવામાં આવ્યો છે આ બધા જ પથ્થર પર બારીક કામ પણ કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં લોકો આજે પણ આ મકબરા ની મુલાકાત લેવા પહોંચે છે.