વાવમાં મતદાનની લાઈવ તસવીરો; જુઓ કઈ બાજુ વાઈ રહ્યો છે વાવનો રાજકીય વાયરો
Vav By Election: આજે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને મતદાન થઈ રહ્યું છે. સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદારો મતાધિકારનો ઉપયોગ કરી શકશે. વાવ વિધાનસભા બેઠકના વાવ,સુઈગામ અને ભાભરના 179 ગામોના 321 બુથો પર મતદાન થઈ રહ્યું છે. વાવ વિધાનસભાના 3,10,775 મતદારોમાં 1,61,293 પુરુષ મતદારો અને 1,49,387 મહિલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
બનાસકાંઠાઃ વાવ બેઠક પર મતદાનને ચાર કલાક પૂર્ણ....
સવારે 11 વાગ્યા સુધીમાં 25 ટકા મતદાન થયું....
સવારે 4 કલાકમાં વાવ બેઠક પર 25 ટકા મતદાન...
મતદાનને લઈને લોકોમાં ઉત્સાહનો માહોલ...
બનાસકાંઠા જિલ્લાના ૦૭- વાવ વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી અંતર્ગત વિવિધ ૧૯૨ મતદાન મથક કેન્દ્રો પર આવેલા કુલ ૩૨૧ પોલીંગ સ્ટેશન પર સવારે ૦૭.૦૦ વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. વહેલી સવારે ૭ વાગ્યાથી જ મતદાન માટે લોકોમાં અનેરો ઉમળકો અને ઉત્સાહ જોવા મળ્યો હતો. મતદારો વહેલી સવારથી જ મતદાન મથકો પર ઉમટયા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જિલ્લા ચૂંટણી અધિકારી અને વહીવટી તંત્ર દ્વારા લોકોને લોકશાહીના આ પર્વમાં વધુમાં વધુ ભાગ લઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરાઇ હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે.
Trending Photos