પીએમ મોદીએ કમલમની લીધી મુલાકાત, કાર્યકર્તાઓ સાથે કરી ચર્ચા, જુઓ તસવીરો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. પીએમ મોદીએ બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં આજે ચૂંટણી સભા સંબોધી હતી. ચૂંટણી રેલી બાદ પીએમ મોદી ભાજપના કાર્યાલય કમલમ પહોંચ્યા હતા. જ્યાં તેમણે કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી હતી.
પીએમ મોદીએ કમલમની લીધી મુલાકાત
ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડીસા અને હિંમતનગરમાં રેલી સંબોધી હતી. ત્યારબાદ પીએમ મોદી ભાજપની ઓફિસ એટલે કે કમલમ પહોંચ્યા હતા. કમલમમાં પીએમ મોદીની સાથે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યાં હતા.
કાર્યકર્તાઓને આપ્યું માર્ગદર્શન
ભાજપના પ્રદેશ કાર્યાલય પહોંચેલા પીએમ મોદીએ કાર્યકરો સાથે ચર્ચા કરી હતી. પીએમ મોદીએ કમલમની તસવીરો પોતાના એક્સ હેન્ડલ પર શેર કરી છે.
કાર્યકર્તાઓ સાથે કરી ચર્ચા
પીએમ મોદીએ કહ્યું કે બનાસકાંઠા અને સાબરકાંઠામાં રેલી બાદ ભાજપના કાર્યાલય કમલમમાં કાર્યકર્તાઓ સાથે સમય પસાર કર્યો હતો. તેમની ઉર્જા અને ઉત્સાહ જોરદાર હતો. કેન્દ્રમાં ત્રીજીવાર સરકાર બને તે માટે મહેનતથી કામ કરી રહ્યાં છે.
પીએમ મોદીની ચૂંટણી રેલી
ગુજરાતમાં બાકી બચેલી 25 લોકસભા બેઠક જીતવા માટે અને કોંગ્રેસની તમામ રણનીતિ ઊંધા પાડવા માટે ભાજપનું બ્રહ્માસ્ત્ર ગુજરાત આવી ચુક્યું છે. ગુજરાતમાં પ્રધાનમંત્રી મોદીએ પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે. સૌથી પહેલા ડીસા અને ત્યારબાદ હિંમતનગરમાં જનસભાઓ કરી વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા..
વિપક્ષ પર કર્યો પ્રહાર
પ્રધાનમંત્રી સૌથી પહેલા બનાસકાંઠાના ડીસા પહોંચ્યા હતા...જ્યાં તેમણે બનાસકાંઠા અને પાટણથી ભાજપના ઉમેદવાર માટે જનસભા કરી....પોતાના સંબોધનમાં PM મોદીએ બંધારણ બદલવાના કોંગ્રેસના આક્ષેપ પર PMએ જોરદાર પલટવાર કર્યો...
Trending Photos