વૈશ્વિક નેતાઓને મળતા સમયે જોવા જેવા રહ્યા PM મોદીના હાવભાવ, PICS

જી-20 દેશના નેતાઓનું વાર્ષિક શિખર સંમેલન શુક્રવારે આર્જેન્ટીનાના બ્યૂનસ આયર્સમાં શરૂ થયું. જેમાં આ સમૂહના 10 વર્ષના ઈતિહાસમાં અત્યાર સુધીના સૌથી ઊંડા મતભેદ ઉભરીને સામે આવ્યા હતા.

આર્જેન્ટીના/બ્યૂનસ આયર્સ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આર્જેન્ટીનામાં ચાલી રહેલ જી-20 શિખર સંમેલન દરમિયાન શુક્રવારે અનેક મોટા આંતરરાષ્ટ્રીય નેતાઓને મળ્યા હતા. જી-20 દેશના નેતાઓનું વાર્ષિક શિખર સંમેલન શુક્રવારે આર્જેન્ટીનાના બ્યૂનસ આયર્સમાં શરૂ થયું. જેમાં આ સમૂહના 10 વર્ષના ઈતિહાસમાં અત્યાર સુધીના સૌથી ઊંડા મતભેદ ઉભરીને સામે આવ્યા હતા. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને વેપાર અને જળવાયુ પરિવર્તન પર આ સમૂહમાં બનેલી ગત અસહમતિને નુકશાન પહોંચાડવાને લઈને આલોચનાનો સામનો કરવો પડ્યો હતો.
 

હાથ મળાવીને એકબીજાનું સ્વાગત કર્યું

1/6
image

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સંમેલન શરૂ થતા પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી.

પીએમ મોદીએ જર્મની-બ્રિટન વિશે પૂછ્યું

2/6
image

સંમેલનમાં ભાગ લેવા પહોંચેલ જર્મન ચાન્સેલર એન્જેલા માર્કેલ, બ્રિટનના વડાપ્રદાન ટેરેસા અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડિનર પાર્ટીમાં વાતચીત કરતા સમયે.

ચીન-રશિયાના રાષ્ટ્રપતિને મળ્યા

3/6
image

ડીનર પાર્ટી દરમિયાન પીએમ મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જનપિંગ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન સાથે પણ મુલાકાત કરી હતી. 

ગળે લગાવીને અભિનંદન આપ્યા

4/6
image

મેક્સિકોના રાષ્ટ્રપતિ ઈંરિક પેના નીટો સાથે કંઈક ખાસ અંદાજમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મળ્યા હતા. બંનેએ એકબીજાને ગળે લગાવીને અભિવાદન કર્યું હતું.

શું હાલ છે મિત્રના

5/6
image

દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે સાથે પણ પીએમ મોદીએ મુલાકાત કરી હતી. બંને વચ્ચે હસીહસીને વાતચીત થઈ હતી. 

પહેલીવાર ત્રિપક્ષીય બેઠક

6/6
image

જી-20 સંમેલાન ઉપરાંત અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, જાપાનના વડાપ્રધાન શિન્જો આબે અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલીવાર ત્રિપક્ષીય બેઠક કરી હતી.