PM મોદીએ મકર સંક્રાંતિ પર ગાયોને ખવડાવ્યો ગોળ, પરંપરાનું પાલન કરી દેશવાસીઓને આપ્યો ગૌ સેવાનો સંદેશ

PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મકરસંક્રાંતિના પર્વ પર ગાયો પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. તેમણે ગૌ સેવાની પરંપરાનું પાલન કરી ઉત્તરાયણ પર પોતાના ઘરે ગાયોને ગોળ અને ઘાસ ખવડાવ્યું હતું. પીએમ મોદીની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

1/5
image

દેશભરમાં આજે મકરસંક્રાંતિની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. મકર સંક્રાંતિ પર ગૌ સેવાનું વિશેષ મહત્વ હોય છે. 

2/5
image

મકર સંક્રાંતિના પર્વ પર લોકો દાન પુણ્ય કરવાની સાથે ગૌ સેવા પણ કરતા હોય છે. આ દિવસે ગૌ માટે દાન પણ કરવામાં આવે છે.

3/5
image

મકર સંક્રાંતિ પર મોટી સંખ્યામાં લોકો ગૌશાળા ખાતે દાન-પુણ્ય કરવા અને ગાયોની સેવા કરવા માટે જતા હોય છે.  ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઉત્તરાયણના દિવસે આ પરંપરાનું પાલન કરી ગૌવંશની સેવાનો સંદેશ દેશવાસીઓને આપ્યો છે. 

4/5
image

મકર સંક્રાતિના પર્વ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ તસવીરો વાયરલ થઈ રહી છે. જેમાં પીએમ આવાસ ખાતે ગાયોની સેવા કરતાં વડાપ્રધાન મોદી જોવા મળે છે.

5/5
image

પીએમ મોદીએ મકર સંક્રાંતિની સવારે ગાયોને ગોળ અને લીલું ઘાસ ખવડાવ્યું હતું અને તેમની સેવા કરી હતી. સોશિયલ મીડિયા પર આ તસવીરો વાયરલ થઈ રહી છે.