Payal Rohatgi ના આવતીકાલે લગ્ન, મેરેજ પહેલાં સોશિયલ મીડિયા પર વાયરલ થયા મહેંદી સેરેમનીના ફોટા

મુંબઈઃ પ્રખ્યાત અભિનેત્રી પાયલ રોહતગી આગામી દિવસોમાં લગ્નગ્રંથીએ જોડાશે. ત્યારે આ ક્રમે અભિનેત્રીના પ્રી-વેડિંગ ફંક્શન શરૂ થઈ ચુક્યા છે. પાયલ રોહતગી આવતીકાલે પોતાના બોયફ્રેન્ડ સંગ્રામ સિંહ સાથે 7 ફેરા લેશે. તાજેતરમાં પ્રખ્યાત રિયાલિટી શો લોક અપની પ્રથમ સિઝનમાં સ્પર્ધક તરીકે જોવા મળેલા પાયલ અને સંગ્રામે આ શોમાં તેમના લગ્નની જાહેરાત કરી હતી. 

 

 

મહેંદી સેરેમનીની તસવીરો થઈ વાયરલ

1/7
image

લગ્ન પહેલા સોશિયલ મીડિયામાં પાયલે પોતાના મહેંદી સેરેમનીના વીડિયો અને ફોટા શેર કર્યા છે. 

2/7
image

પાયલ રોહતગી પોતાના લગ્ન માટે ખુબ ઉત્સાહિત જણાઈ રહી છે. જે તેના સોશિયલ મીડિયામાં શેર કરેલા ફોટા પરથી જોઈ શકાય છે. 

આવતીકાલે આગ્રામાં લગ્ન

3/7
image

આવતીકાલે આગ્રામાં પાયલ અને સંગ્રામ સિંહના લગ્ન યોજાશે. મહત્વનું છે કે બંને એકબીજાને લાંબા સમયથી ડેટ કરી રહ્યાં છે. 

પાયલ રોહતગીનો મહેંદી લુક-

4/7
image

મહેંદી સેરેમનીની વાત કરવામાં આવે તો પાયલે બ્રાઈટ પિંક અને નારંગી રંગનો સલવાર ડ્રેસ પહેર્યો છે. જેની ચારેકોર બાંધણીની ડિઝાઈન છે. 

5/7
image

મહેંદી લુકમાં પાયલ એકદમ ગોર્જ્યસ લાગી રહી છે. સોશિયલ મીડિયામાં તેણે પોતાના હાથ-પગમાં લગાવેલી મહેંદીના વીડિયો અને ફોટોઝ શેર કર્યા છે. 

12 વર્ષથી છે રિલેશનશિપમાં-

6/7
image

પાયલ અને સંગ્રામ સિંહ છેલ્લા 12 વર્ષથી રિલેશનશિપમાં છે. તેમણે 2014માં જ સગાઈ કરી લીધી હતી. એક ઈન્ટરવ્યુમાં સંગ્રામ સિંહે કહ્યું હતું કે તેઓ રાજસ્થાન અથવા પાયલના હોમટાઉન અમદાવાદમાં લગ્નનું પ્લાનિંગ કરી રહ્યાં છે. 

7/7
image

જો કે લગ્ન માટે અમે આગ્રાને પસંદ કર્યું. આપને જણાવી દઈએ કે પાયલ અને સંગ્રામ સિંહ 14 જુલાઈના દિલ્લીમાં એક રિસેપ્શન પાર્ટી પણ રાખશે, જેમાં તેના મિત્રો અને સગા સંબંધી હાજર રહેશે.