Photos: આ છે દેશના પ્રદૂષણ મુક્ત શહેર, પરિવાર સાથે જરૂર બનાવો ફરવાનો પ્લાન
જ્યારે તમે દેશમાં પ્રદૂષિત જગ્યાનું લીસિટ જોશો તો તેમાં દર્ઝનો શહેરોનું નામ જોવા મળશે, પરંતુ પ્રદૂષણ મુક્ત શહેરોની યાદીમાં કેટલાક ગણ્યા ગાઠ્યા શહેરો જ જોવા મળશે.
નવી દિલ્હી: દેશમાં દરરોજ વધા પ્રદૂષણ અને ઝેરી હવાથી આજકાલ બધા પરેશાન છે. એવામાં જ્યારે તમે દેશમાં પ્રદૂષિત જગ્યાનું લીસિટ જોશો તો તેમાં દર્ઝનો શહેરોનું નામ જોવા મળશે, પરંતુ પ્રદૂષણ મુક્ત શહેરોની યાદીમાં કેટલાક ગણ્યા ગાઠ્યા શહેરો જ જોવા મળશે. એવામાં જો તમે તમારા પરિવાર સાથે એવી કોઇ જગ્યાએ જવા ઇચ્છો છો, જ્યાં પ્રદૂષણ ઓછું હોય અને જ્યાં તમે તમારા પ્રિયજનો સાથે ખુશનુમા દિવસ પસાર કરી શકો, તો અમે તમને જણાવવા જઇ રહ્યાં છે કેટલાક એવા શહેરો વિશે જ્યાં તમે તમારા પરિવાર સાથે પ્રકૃતિની વચ્ચે તમારી રજાઓને માણી શકો છો.
પથાનામથિટ્ટા, કેરળ
ઘાઢ જંગલ અને સાફ સ્વચ્છ વાતાવરણની સાથે પથાનામથિટ્ટા તેના સાફ-સ્વચ્છ જળ સ્ત્રોતો માટે પણ સમગ્ર દુનિયામાં જાણીતું છે. અહીં પ્રકૃતિનું અનોખું સૌંદર્ય જોવા મળે છે. જેના કારણે તમે અહીં આરામથી તમારી રજાઓ માણી શકો છો. (ફોટો સાભાર: twitter/@KeralaTourism)
માથેરાન મહારાષ્ટ્ર
માથેરાન મહારાષ્ટ્રના સૌથી ખૂબસૂરત હિલ સ્ટેશન્સમાંથી એક છે. આ દુનિયા ભરમાં તેની ખૂબસૂરતી માટે જાણીતું છે. અહીં ના માત્ર પ્રદૂષણનું સ્તર ઓછું છે. પરંતુ અહીંની ખૂબસૂરતી પણ તેને એક શાનદાર ટૂરિઝ્મ પ્લેસમાં સામેલ કરે છે. (ફોટો સાભાર: twitter/@hi2uu)
કોલ્લમ, કેરળ
કોલ્લમ ના માત્ર કેરળનું વ્યાપારિક શહેર છે, પરંતુ અહીંના સૌથી શાનદાર, ખૂબસૂરત અને પ્રદૂષણ મુક્ત શહેરોમાંથી એખ છે. અહીં અષ્ટમુંડી સરોવરના કિનારો અહીના પ્રર્યટનના આકર્ષનું કેન્દ્ર છે. તેમને જણાવી દઇએ કે કોલ્લમ દેશનું સૌથી ઓછા પ્રદૂષણવાળા શહેરોમાંથી એક છે. (ફોટો સાભાર: twitter/@KeralaTourism)
કિન્નૌર, હિમાચલ પ્રદેશ
કિન્નૌર તેની કુદરતી સૌંદર્ય માટે વિશ્વભરમાં પણ જાણીતું છે. જો કે, આ શહેર રાષ્ટ્રીય વાયુ ગુણવત્તાના લક્ષ્યથી 10 ટકા ઓછું છે. પરંતુ માનો, અહીં ગયા પછી, તેની કુદરતી સૌંદર્ય તમને એક અલગ જ વિશ્વનો અનુભવ કરશે. (ફોટો સાભાર: twitter)
Trending Photos