આને કહેવાય પરફેક્ટ ફિમેલ બોડી... 25 વર્ષની ઈન્ફ્લુએન્સરને જોઈને AIએ આવું કેમ કહ્યું?
Brazilian Influencer Karol Rosalin: કરોલ રોસલિન બ્રાઝિલના સાઓ પાઉલોની રહેવાસી છે, તેણી તેમની બોડી ફિઝિક્સનો શ્રેય તેમની નિયમિત ફિટનેસ રૂટિન અને સંતુલિત આહારને આપે છે. તેમના આહારમાં મુખ્યત્વે ચિકન, ઓટ્સ, તાજા ફળો અને શાકભાજીનો સમાવેશ થાય છે.
બ્રાઝિલની ફિટનેસ ઈન્ફ્લુએન્સર કરોલ રોસલિન
બ્રાઝિલની ફિટનેસ ઈન્ફ્લુએન્સર કરોલ રોસલિનને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા 'પરફેક્ટ ફિમેલ બોડી' તરીકે દરજ્જો આપવામાં આવ્યો છે. આ એનાલસિસ પ્લેબોય ઓસ્ટ્રેલિયા દ્વારા યુઝ કરવામાં આવતા AI સિસ્ટમ્સ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે ફિટનેસની દુનિયામાં રોસલિને ફિટનેશની દુનિયાની આઈડલ તરીકે પ્રશંસા કરી હતી. AIએ તેના બોડી ફિઝિક્સ, હેલ્થ અને સ્ટ્રેન્થનું મૂલ્યાંકન કર્યું અને તેને "પરફેક્ટ 10" નો સ્કોર આપ્યો.
હેલ્ધી લાઈફસ્ટાઈલ અને ફિટનેસથી મળી પરફેક્ટ બોડી
રોલ રોસલિન બ્રાઝિલના સાઓ પાઉલોની રહેવાસી છે, તેણી તેમની બોડી ફિઝિક્સનો શ્રેય તેમની નિયમિત ફિટનેસ રૂટિન અને સંતુલિત આહારને આપે છે. તેમના આહારમાં મુખ્યત્વે ચિકન, ઓટ્સ, તાજા ફળો અને શાકભાજીનો સમાવેશ થાય છે. તેણીએ કહ્યું કે, "અરીસામાં પરિણામ જોવું એ પહેલેથી જ જીત છે. 'પરફેક્ટ ફિટનેસ વુમન' તરીકે ઓળખાવું એ અદ્ભુત છે!"
ફિટનેસમાં આઠ વર્ષની મહેનતનું પરિણામ
રોસલિનનું શારીરિક રૂપ ઘણા વર્ષોની મહેનતનું પરિણામ છે. તેમણે આઠ વર્ષ પહેલા સ્ટ્રેન્થ વધારવાની ટ્રેનિંગ શરૂ કરી હતી અને આજે તે દિવસમાં પાંચ દિવસ વર્કઆઉટ કરે છે. તેમજ દરરોજ એરોબિક ક્લાસમાં પણ હાજરી આપે છે.
ડાઈટ
તેનો આહાર પણ સંતુલિત છે, જેમાં ફળો, શાકભાજી, ઓટ્સ અને ચિકનનો સામેલ છે. તેણીનો મનપસંદ ખોરાક બેક્ડ સ્વીટ પોટેટો ચિપ્સ અને શાકભાજીના ફ્રિટેટસ છે. તેનો એક સામાન્ય નાસ્તો સ્ક્રેમ્બલ્ડ એગ્સ, કસાવા, પપૈયા, અનાનસ, ઓટ્સ, તજ અને કોફી છે.
ઇન્સ્ટાગ્રામ પર 9 લાખથી વધુ ફોલોઅર્સ
કરોલ રોસલિનના ઇન્સ્ટાગ્રામ પર 9 લાખથી વધુ ફોલોઅર્સ છે અને તે માત્ર ફિટનેસ ઈન્ફ્લુએન્સર નથી પણ એડલ્સ કન્ટેન્ટ પણ બનાવે છે. તેમ છતાં એક ફિટનેસ એક્સપર્ટે ચેતવણી આપી છે કે રોસલિનની સખત દિનચર્યાને અનુસરવાથી સમાન પરિણામો પ્રાપ્ત થઈ શકશે નહીં, કારણ કે તેના શરીરની રચના અન્ય કરતા ઘણી અલગ છે.
Trending Photos