Photos: એસટી બસના પૈડા થંભી જતા મુસાફરો રેલવે તરફ દોડ્યા
તેજશ મોદી/સુરત : વિવિધ માંગણીઓ સાથે હડતાળ પર ઉતરેલા એસટીના કર્મચારીઓ રાત્રે બાર વાગ્યે જ રાજ્યભરની 7000થી વધુ એસટી બસના પૈડા થંભી ગયા છે. એસટીના કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા છે. ત્યારે તેની સીધી જ અસર મુસાફરો પર પડી રહી છે. ત્યારે એસટીની આ હડતાળથી સૌથી મોટી અસર મુસાફરો પર પડી છે. હાલ તેમના માટે ક્યાંથી જવુ તેવો પ્રશ્નાર્થ સર્જાયો છે. કેટલાક મુસાફરો ખાનગી વાહનો તો કેટલાક રેલવે તરફ વળ્યા છે. ત્યારે હાલ રાજ્યભરના રેલવે સ્ટેશનો પર મોટી સંખ્યામાં મુસાફરોનો ફ્લો જોવા મળી રહ્યો છે.
સુરત સ્ટેશન પર ભીડ
સુરતમાં GSRTCના કર્મચારીઓની હડતાલ રાત્રે 12 વાગ્યે શરૂ થતા સુરત બસ ડેપો બંધ કરાવાયો હતો. એસટી કર્મચારીઓએ સરકાર વિરુદ્ધ કરી નારેબાજી કરી હતી અને કર્મચારીઓએ સરકારને લોલીપોપ બતાવી વિરોધ વ્યક્ત કર્યો છે. ડેપો પર પહોંચેલા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અટવાયેલા મુસાફરો રેલવે સ્ટેશન પર પહોંચ્યા હતા. જેને પગલે રેલવે સ્ટેશન પર પણ મોટી સંખ્યામાં ભીડ જોવા મળી રહી છે. સ્ટેશન ટિકિટ લેવા માટે લાંબી લાઈનો લાગી છે. તો બીજી તરફ, ટ્રેનના જનરલ કોચમાં બેસવા મુસાફરોની પડાપડી જોવા મળી રહી છે.
ખાનગી વાહનોએ કમરતોડ ભાવ વધાર્યો
એસટીની હડતાલના પગલે ખાનગી વાહનોને ઘી કેળા જેવી હાલત થઈ છે. બમણું ભાડુ આપીને લોકો ખાનગી વાહનોમાં જવા માટે મજબૂર બન્યા છે. તો એસટીની હડતાળને પગલે ખાનગી બસ, જીપ,રીક્ષાઓ તરફ મુસાફરો વળ્યા છે અને મુસાફરોની ડિમાન્ડ જોતા તેઓએ પણ પોતાનું ભાડુ બમણું કરી દીધું છે. જે જોતા મુસાફરોના માથે જ વધારાનો બોજો પડી રહ્યો છે.
Trending Photos