Pics : પૂજા હેગડેએ ઈન્સ્ટાગ્રામ પર નવી તસવીર શેર કરતા જ ફેન્સમાં થયો ધડાકો

ફિલ્મ હાઉસફુલ 4માં અક્ષય કુમાર, પૂજા હેગડે, કૃતિ સેનન, રિતેશ દેશમુખ, કૃતિ ખરબંદા, બોબી દેઓલ અને ચંકી પાંડે મહત્વની ભૂમિકામાં છે.
 

નવી દિલ્હી :આ વર્ષે ઓક્ટોબરમાં રિલીઝ થયેલી કોમેડી-ડ્રામા ફિલ્મ ‘હાઉસફુલ 4’ (Housefull 4) ના મુખ્ય કલાકારોમાંથી એક પૂજા હેગડે (Pooja Hegde) પણ હતી. ફિલ્મની સ્ટોરી પુર્નજન્મ પર આધારિત છે. પૂજા હેગડે તેમાં એક રાજકુમારી અને લંડનમાં વસેલા એક ડોનની દીકરીની ભૂમિકામાં હતી. ફિલ્મમાં અક્ષય કુામર, કૃતિ સેનન, રિતેશ દેશમુખ, કૃતિ ખરબંદા, બોબી દેઓલ અને ચંકી પાંડે પણ છે. હાલમાં જ પૂજાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાના ફર્સ્ટ લૂકની તસવીરો રજૂ કરી છે, જેના કેપ્શનમાં તેણે લખ્યું છે કે, ‘#હાઉસફુલ4માં રાજકુામરી માલાના લૂકમાં મારો પહેલો લુક ટેસ્ટ. કેવી લાગી રહી છું. તે જોવા માટે તેણે ડ્રેસિંગ રૂમમાંથી નીકળીને કેટલી તસવીરો ક્લિક કરી હતી. શું કહો છો તમે...’
 

1/5
image

પૂજાએ પોતાના પ્રશંસકો દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં લોકોએ જોરદાર પ્રતિક્રીયાઓ આપી છે.

2/5
image

એક ફેને લખ્યું કે, ‘તમે હકીકતમાં રાણી જેવા લાગો છો.’

3/5
image

અન્ય એક ફેને લખ્યું કે, તમે તસવીર કરતા વધુ સુંદર લાગો છો.

4/5
image

આવનારા સમયમાં પૂજા કેકે રાધાકૃષ્ણા કુમારના નિર્દેશનમાં બનનારી ફિલ્મ ‘જાન’માં પ્રભાસ સાથે નજર આવશે.

5/5
image

ઉલ્લેખનીય છે કે, ઈન્સ્ટાગ્રામ પર પૂજાના 80 લાખથી વધુ ફોલોઅર્સ છે. (ફોટો સાભાર - તમામ તસવીરો પૂજા હેગડેના ઈન્સ્ટાગ્રામ પરથી લેવાઈ છે)