ગુજરાતના ખોબા જેવડા ગામમાં આવી હરિયાળી ક્રાંતિ, એક આઈડિયાથી આખું ગામ સમૃદ્ધ બન્યું

ચડિયાણા ગામ ખાતે આવેલ સરકારી ચડિયાણા પ્રાથમિક શાળાના મેદાનમાં સહિયારા પ્રયાસ થકી વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરી હરિયાળી ક્રાંતિ કરી 500 થી વધુ શાકભાજી, ઔષધિઓ સહિત વિવિધ પ્રકારના છોડનું વાવેતર કરવામાં આવ્યું

પ્રેમલ ત્રિવેદી/પાટણ :સમી તાલુકા વઢીયાર અને ખારાપટ વિસ્તારના ચડીયાણા ગામની સરકારી પ્રાથમિક શાળાના મેદાનમાં સહિયારા પ્રયાસ થકી 500 થી વધુ વિવિધ પ્રકારના શાકભાજી સહિત ઔષધિઓના છોડનું વાવેતર કરી હરિયાળી ક્રાંતિનું નિર્માણ કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે આ વિસ્તારમાં પાણીની વિકટ સમસ્યાને ધ્યાન પર રાખી ટપક સિંચાઈ પદ્ધતિ થકી વિવિધ પ્રકારની શાકભાજી ઉગાડી તેનો ઉપયોગ શાળાના મધ્યાહન ભોજનમાં કરી વિદ્યાર્થીઓને પૌષ્ટિક આહાર આપવામાં આવે છે. તો આ વૈજ્ઞાનિક ઢબે વાવેતર અંગે વિદ્યાર્થીઓને પણ શિક્ષણ આપવામાં આવે છે. જેથી તેમના જ્ઞાનમાં પણ વધારો થાય છે. આ પ્રકારનું આયોજન શાળાના શિક્ષકોના અથાગ પ્રયાસો થકી કરવામાં આવે છે.

શાળામાં બન્યું ગ્રીન હાઉસ

1/3
image

સમી તાલુકાના વઢીયાર અને ખારાપટ પંથકમાં પાણીની સમસ્યા સામે લોકો વર્ષોથી ઝઝૂમી રહ્યા છે. તે સ્થિતિમાં ચડિયાણા ગામ ખાતે આવેલ સરકારી ચડિયાણા પ્રાથમિક શાળાના મેદાનમાં સહિયારા પ્રયાસ થકી વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરી હરિયાળી ક્રાંતિ કરી 500 થી વધુ શાકભાજી, ઔષધિઓ સહિત વિવિધ પ્રકારના છોડનું વાવેતર કરવામાં આવ્યું છે. જેના થકી વિદ્યાર્થીઓને પણ જ્ઞાન પણ આપવામાં આવે છે. સાથે આ વાવેતર થકી જે શાકભાજી મળે છે તેનો સીધો ઉપયોગ મધ્યાન ભોજનમાં કરી વિદ્યાર્થીઓને પૌષ્ટિક આહાર આપવામાં આવે છે. તો જે ઔષધિઓ વાવવામાં આવી છે, તેનો ઉપયોગ દવા તરીકે જરૂર જણાય તો ગામ લોકોના આપવામાં આવે છે. આમ શાળાને ગ્રીન હાઉસ બનાવવામાં આવ્યું છે.  

2/3
image

આ વિશે શાળાના શિક્ષક દિનેશ સિંધવ જણાવે છે કે, વઢીયાર પંથકમાં પાણીની ખૂબ મોટી સમસ્યા છે, ત્યારે શાળાના શિક્ષકોએ આવા ખારાપટ વિસ્તારમાં ઓછા પાણીના ઉપયોગ થકી શાળાના મેદાનમાં હરિયાળી ક્રાંતિ કરવા માટે પ્રયત્ન કર્યો અને તે ખૂબ જ સફળ રહ્યો છે. શિક્ષકોએ ઓછા પાણીના ઉપયોગ કરવા માટે મેડિકલ ગ્લુકોઝની ખાલી બોટલોનો ઉપયોગ કર્યો છે. આમ ઓછા પાણીનો ઉપયોગ કરીને 500 થી વધુ વિવિધ પ્રકારના છોડનું વાવેતર કરીને ગ્રીન પ્રોજેક્ટને સાર્થક કર્યો છે. તો ગામના લોકો પણ ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરી ઓછા પાણીમાં પણ સારી ખેતી કરી શકાય તેવુ ઉદાહરણ પૂરુ પાડે છે. શાળાના વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો થાય તે માટે આ પ્રોજેકટ પણ ખૂબ જ ઉપયોગી બન્યો છે. 

3/3
image

શાળામાં ગ્રીન પ્રોજેક્ટ બનાવવા માટે શિક્ષકો સહિત ગામ લોકોનો સહિયારો પ્રયાસ રહ્યો છે. શાળાની બંજર જમીનને ફળદ્રુપ બનાવવા માટે શાળાના મેદાનમાં  ઊંડો ખાડો કરવામાં આવ્યો છે. જેમાં શાળામાં રહેલ વિવિધ પ્રકારના વૃક્ષોના ખરી પડેલ પાન ખાડામાં નાંખી કમ્પોસ્ટ ખાતર બનાવવામાં આવે છે. ત્યાર બાદ વિવિધ પ્રકારના છોડનું વાવેતર કરવામાં આવ્યું છે.