Photos : વરસાદ વરસતા જ આહલાદક બન્યું આબુ હિલસ્ટેશન, ચારેતરફ ધુમ્મસની ચાદર ફેલાઈ

ચોમાસામાં સીઝનમાં દરેક રસ્તો, દરેક તળાવ, દરેક સરોવર માહોલની સાથે રમણીય બની જતું હોય છે. લોકો લોંગ ડ્રાઈવ કે હિલ સ્ટેશન પર ફરવા નીકળી જાય છે. ઊત્તર ગુજરાતના લોકો વરસાદ પડે એટલે સૌથી પહેલા આબુ ફરવા માટે નીકળી જતા હોય છે. ત્યારે આબુમાં હાલ માહોલ જોવા જેવો બની રહ્યો છે.

અલ્કેશ રાવ/બનાસકાંઠા :ચોમાસામાં સીઝનમાં દરેક રસ્તો, દરેક તળાવ, દરેક સરોવર માહોલની સાથે રમણીય બની જતું હોય છે. લોકો લોંગ ડ્રાઈવ કે હિલ સ્ટેશન પર ફરવા નીકળી જાય છે. ઊત્તર ગુજરાતના લોકો વરસાદ પડે એટલે સૌથી પહેલા આબુ ફરવા માટે નીકળી જતા હોય છે. ત્યારે આબુમાં હાલ માહોલ જોવા જેવો બની રહ્યો છે.

1/5
image

હાલ આબુમાં મોટી સંખ્યામાં મુસાફરો ઉમટી પડ્યા છે. ચોમાસુ પડે એટલે અહીં લોકોની સંખ્યા વધી જતી હોય છે. ત્યારે બનાસકાંઠાને અડીને આવેલા રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં વરસાદને કારણે રમણીય દ્રશ્યો સર્જાયા છે.   

2/5
image

વરસાદી વાતાવરણ અને પહાડો પર વાદળોની ચાદર છવાતા આહલાદક દ્રશ્યો સર્જાયા છે.   

3/5
image

આબુના નકી લેક, બજાર તેમજ પહાડોમાં વાદળોની ચાદર છવાઈ ગઈ છે. ધુમ્મસભર્યા વાતાવરણને કારણે અહીં વાતાવરણમાં ઠંડક અનુભવાઈ રહી છે.  

4/5
image

માઉન્ટ આબુમાં વાતાવરણ ખુશનુમા થતાં પ્રવાસીઓનો ઘસારો વધ્યો છે. 

5/5
image

વાતાવરણ ખુશનુમા થતા જ લોકોની ભીડ ઉમટી છે, તો સાથે જ અહીં ખાણીપીણી પર પણ ભીડ વધી ગઈ છે.