PHOTOS: પોતાના 6 બાળકો પર કાળ બનીને તૂટી પડ્યા આ નિર્દયી માતા પિતા, 2 માસૂમ મોતને ભેટ્યા

સમગ્ર મામલો જાણીને અરેરાટી થશે. 

Parents Killed Their Two Children: યુનાઈટેડ કિંગડમથી હત્યાની હિચકારી ઘટના સામે આવી છે. અહીં કળિયુગી માતાપિતાએ પોતાના જ બે માસૂમ બાળકોને નિર્દયતાપૂર્વક મોતને ઘાટ ઉતારી દીધા. માતા પિતાએ પોતાના કુલ 6 બાળકોને મારવાની કોશિશ કરી પરંતુ 2ને બાદ કરતા બાકીના બાળકો યેનકેન પ્રકારે બચી ગયા. સમગ્ર મામલો જાણીને અરેરાટી થશે. 

પોતાના 2 બાળકોને નિર્દયતાથી મારી નાખ્યા

1/5
image

યુનાઈટેડના યોર્કશાયરમાં માતા પિતાએ પોતાના બે બાળકોને ગળું દબાવીને મારી નાખ્યા. આ ઉપરાંત અન્ય ચાર બાળકોને પણ મારવાના પ્રયત્ન કર્યા પરંતુ સફળ થયા નહી. માતા પિતાએ કુલ 5 વખત બાળકોને મારવાની કોશિશ કરી. (તસવીર-હત્યારા માતા પિતા સારાહ અને બ્રેન્ડન- ફાઈલ ફોટો સાભાર  SWNS)

આ કારણે પોતાના 6 બાળકોને મારવા માંગતા હતા માતા પિતા

2/5
image

પોલીસના જણાવ્યા મુજબ માતા પિતાએ પોતાના બે બાળકોને મારી નાખ્યા અને અન્યને મારવાની કોશિશ કરી. તેમણે આવું એટલા માટે કર્યું કારણ કે તેઓ દુનિયાથી પોતાનો સંબંધ છૂપાવવા માંગતા હ તા. તેમણે વિચાર્યું કે જ્યારે બાળકો જ નહીં રહે તો તેમનો સંબંધ પણ બહાર નહીં પડે. માર્યા ગયેલા બાળકોના નામ ત્રશન બરાસ અને બ્લેક બરાસ છે. ત્રિશનની ઉંમર 14 વર્ષની હતી જ્યારે બ્લેકની ઉંમર 13 વર્ષ હતી (તસવીર- મૃતક બાળક બ્લેક બરાસ ફાઈલ ફોટો- SWNS)

હત્યારા માતા પિતાને મળી આ કડક સજા

3/5
image

કોર્ટમાં માતા પિતા પર પોતાના  બે બાળકોની હત્યા અને અન્ય બાળકોની હત્યા કરવાની કોશિશનું અપરાધ સાબિત થઈ ગયો. ત્યારબાદ કોર્ટે તેમને 35 વર્ષ જેલમાં કેદની સજા સંભળાવી. માતા પિતાએ પોતાના 6 બાળકોને મારવાની કોશિશ કરી હતી. અને 5 વાર મારવાના પ્રયત્ન કર્યા હતાં. (તસવીર- મૃતક બાળક ત્રિશન ફાઈલ ફોટો- સાભાર SWNS)

આ રીતે અપાઈ રહી છે મૃતક બાળકોને શ્રદ્ધાંજલિ

4/5
image

મિરરના અહેવાલ મુજબ હવે સ્થાનિક પ્રશાસને તે ઘરને તોડી પાડવાનો નિર્ણય લીધો છે જેમાં માતા પિતાએ બાળકોને મોતને  ઘાટ ઉતાર્યા હતા. ઘર તોડી પાડવાથી લોકો ખુશ છે. તેમનું માનવું છે કે આમ કરવું એ જ મૃતક બાળકોને સાચી શ્રદ્ધાંજલિ છે. (જે ઘરમાં માતાપિતાએ બાળકોને માર્યા તેનો ફોટો-સાભાર મેન મીડિયા)

હત્યારા માતાપિતાના પડોશીએ કરી મોટી વાત

5/5
image

એક પડોશીએ નામ ન જણાવવાની શરતે યોર્કશાયર લાઈવને જણાવ્યું કે આ ઘર ખુબ જ ડરામણું છે. અમે તેની પાસે જતા ડરીએ છીએ. અહીં માતાપિતાએ  પોતાના જ બે બાળકોની હત્યા કરી હતી. જ્યારે કોઈ નવું અહીં આવે છે ત્યારે આ ઘરને ખુબ ચોંકાવનારી નજરે જુએ છે. સામાન્ય રીતે લોકો તેની આજુબાજુ જતા બચે છે. (જે ઘરમાં માતાપિતાએ બાળકોને માર્યા તેનો ફોટો-સાભાર મેન મીડિયા)