IPL 2024 માં આ પાકિસ્તાની ફાસ્ટ બોલરની થશે એન્ટ્રી! ખેલાડીએ કરી લીધી તૈયારી
વિશ્વના અનેક ક્રિકેટરનું સપનું આઈપીએલમાં રમવાનું હોય છે. ઘણા ક્રિકેટર આઈપીએલમાં રમે છે પરંતુ ભારતના પાડોસી દેશ પાકિસ્તાનના ખેલાડી તેમાં રમતા નથી. હવે એક સમાચાર સામે આવી રહ્યાં છે કે પાકિસ્તાની ખેલાડી આઈપીએલ રમવાની તૈયારી કરી રહ્યો છે, જેનું નામ મોહમ્મદ આમિર છે. આમિર ફાસ્ટ બોલર છે.
અંગ્રેજી અખબાર ધ ટેલીગ્રાફના રિપોર્ટ પ્રમામે આમિર આવનારી સીઝનમાં કાઉન્ટીમાં લોકલ ખેલાડી તરીકે રમશે.
આમિર પાકિસ્તાની છે પરંતુ તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધુ છે. તે વિશ્વભરમાં ફ્રેન્ચાઇઝી ક્રિકેટ રમી રહ્યો છે. તેનું સપનું આઈપીએલમાં રમવાનું પણ છે.
તમે વિચારી રહ્યાં હશો કે પાકિસ્તાની ખેલાડીઓ પર આઈપીએલમાં રમવા પર પ્રતિબંધ છે. તો આમિર કઈ રીતે રમશે.
નોંધનીય છે કે આમિરને બ્રિટનનો પાસપોર્ટ મળવાનો છે. તેની પત્ની પણ બ્રિટનની નાગરિક છે, તેથી તે ત્યાં લોકલ ખેલાડી તરીકે રમશે.
દેશ અને નાગરિકતા બદલવાથી તે પોતાનું આઈપીએલમાં રમવાનું સપનું પૂરુ કરી શકે છે. આમિરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધુ છે. પાસપોર્ટ મળ્યા બાદ તે બ્રિટનનો નાગરિક કહેવાશે.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના ઘણા દિગ્ગજ ક્રિકેટર આઈપીએલની શરૂઆતી સીઝનમાં જોવા મળ્યા હતા, જેમાં શાહિદ આફ્રિદી, શોએબ અખ્તર, કામરાન અકમલ, ઉમર ગુલ, સલમાન બટ, તનવીર સામેલ હતા.
આતંકવાદની વધતી ઘટનાથી ભારત અને પાકિસ્તાનના સંબંધ બગડી ગયા અને આઈપીએલમાં પાકિસ્તાની ખેલાડીઓની એન્ટ્રી પર પ્રતિબંધ લાગ્યો જે હજુ ચાલી રહ્યો છે.
Trending Photos