હવે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પડશે ભારે વરસાદ, જાણો તારીખ સાથે અંબાલાલ અને હવામાન વિભાગની આગાહી


Gujarat Rain Alert: ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ પડ્યો છે. આજની વાત કરવામાં આવે તો ગુજરાતના 108 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ કલ્યાણપુરમાં 11 ઈંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. દ્વારકા, પોરબંદર, જામનગર, જૂનાગઢ, સુરતમાં ખુબ સારો વરસાદ પડ્યો છે. બીજીતરફ અમદાવાદ, ગાંધીનગર સહિત અન્ય જિલ્લાઓમાં લોકો વરસાદની રાહ જોઈ રહ્યાં છે. ત્યારે તમે પણ જાણો હવામાન વિભાગની નવી આગાહી શું છે. 
 

23 જુલાઈએ આ જિલ્લાઓમાં વરસાદની આગાહી

1/6
image

હવામાન વિભાગ દ્વારા મંગળવાર એટલે કે 23 જુલાઈએ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય રાજકોટ, જામનગર, મોરબી, ભાવનગર, અમરેલી, ભરૂચ, સુરત, તાપી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, મહીસાગર, દાહોદ, નર્મદા અને છોટાઉદેપુરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 

24 જુલાઈએ આ જિલ્લાઓમાં પડશે વરસાદ

2/6
image

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે 24 જુલાઈએ કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં અમરેલી, ગીર સોમનાથ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ છે. જ્યારે જૂનાગઢ, રાજકોટ, ભાવનગર, સુરત, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય ભરૂચ, નર્મદા, બોટાદ, દ્વારકા અને પોરબંદરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 

25 જુલાઈએ કયાં જિલ્લામાં પડશે વરસાદ

3/6
image

25 જુલાઈની આગાહીની વાત કરવામાં આવે તો ભાવનગર, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય ગીર સોમનાથ, દીવ, સુરત, નવસારી અને ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 

26 જુલાઈ માટે વરસાદની આગાહી

4/6
image

26 જુલાઈએ અમરેલી, ભાવનગર, વલસાદ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય ગીર સોમનાથ, સુરત, નવસારી, ડાંગમાં ભારે વરસાદની આગાહી છે. આ સિવાય રાજ્યના અન્ય જિલ્લામાં કોઈ આગાહી નથી. 

અંબાલાલ પટેલની શું છે આગાહી?

5/6
image

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, બંગાળના ઉપરવાસમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. અંબાલાલે કહ્યું કે 24 જુલાઈ સુધીમાં મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે. જેમાં મધ્ય ગુજરાતના વિવિધ ભાગમાં 4 ઈંચ જેટલો વરસાદ પડી શકે છે. 23-24 જુલાઈએ ગાંધીનગર અને અમદાવાદમાં પણ અતિ ભારે વરસાદની શક્યતા છે. 

દક્ષિણ ગુજરાતમાં પણ પડશે વરસાદ

6/6
image

અંબાલાલ પટેલે કહ્યું કે, આગામી દિવસોમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદનું જોર રહેશે. દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં સાત ઈંચ સુધી વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા સહિતના વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે. આ સિવાય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હજુ વરસાદ પડી શકે છે.