NOKIAએ લોન્ચ કર્યા બે સસ્તા ફોન, ફીચર્સમાં સારા મોબાઇલ પણ છે પાછળ

નોકિયા ભારતીય બજારને છેલ્લા બે દાયકાથી જાણે છે. આ કારણ છે કે કંપનીએ ગ્રાહકોનું ધ્યાન રાખી લો ઇનકમ સેગમેન્ટ પર ફોક્સ કર્યો છે. નવા ફીચર ફોન Nokia 215ને તમે 2949 રૂપિયામાં ખરીદી શકો છો.

નવી દિલ્હી: તહેવારની સીઝનમાં મોબાઇ નિર્માતા કંપનીઓ એકથી ચઢિયાતા એક સ્માર્ટફોન બજારમાં લાવી રહી છે. હાલમાં જ Apple જેવી મોટી કંપનીએ તેના નવા આઇફોન 12 (iPhone 12)ને લોન્ચ કર્યો છે. આ વચ્ચે નોકિયા (Nokia)એ તેના બે ખુબજ સસ્તા અને જબરદસ્ત ફીચર ફોન્સ બજારમાં ઉતાર્યા છે. ભારતીય બજારને ધ્યાનમાં રાખી કંપનીએ આ બંને ફોન્સની કિંમત ખુબજ ઓછી રાખી છે. આ બંને ફોન્સમાં તમને તે બધુ જ મળશે જે કોઇ મોંઘા સ્માર્ટફોનમાં હોય છે.

Nokia 215 અને Nokia 225 થયો લોન્ચ

1/5
image

માત્ર 2949 રૂપિયામાં મળશે Nokia 215

2/5
image

નોકિયા ભારતીય બજારને છેલ્લા બે દાયકાથી જાણે છે. આ કારણ છે કે કંપનીએ ગ્રાહકોનું ધ્યાન રાખી લો ઇનકમ સેગમેન્ટ પર ફોક્સ કર્યો છે. નવા ફીચર ફોન Nokia 215ને તમે 2949 રૂપિયામાં ખરીદી શકો છો. તેનું ઓનલાઇન વેચાણ 23 ઓક્ટોબરથી શરૂ થશે. ત્યારે, આ 4G ફીચર ફોનને ઓફલાઇન 6 નવેમ્બરથી ખરીદી શકાય છે. નોકિયા 215 ફીચર ફોન સિયાન ગ્રીન અને બ્લેક કલરમાં ઉપલબ્ધ છે.

3499 રૂપિયા Nokia 225ની કિંમત

3/5
image

નોકિયાનો બીજો ફીચર ફોન Nokia 255 પણ ગણો સસ્તો છે. કંપનીએ આ મોડલને 3499 રૂપિયામાં વેચવાનો નિર્ણય કર્યો છે. આ ફોનને ક્લાસિક બ્લૂ, મેટેલી સેન્ડ અને બ્લેક કલરમાં રજૂ કર્યો છે. Nokia 255નું વેચાણ 23 ઓક્ટોબરથી ફ્લિપકાર્ટ પર અને 6 નવેમ્બરથી ઓફલાઇન શરૂ થશે.

Nokia 255માં સ્પેસિફિકેશન્સ

4/5
image

આ ફીચર ફોનમાં Unisoc UMS9117 પ્રોસેસર લાગેલું છે અને તે RTOS S30+ પર ઓપરેટ થયા છે. Nokia 255માં ક્રોસી રોડ અને રેસિંગ એટેક જેવી પ્રી લોડેડ ગેમ્સ પણ છે. તમને USB પોર્ટ અને નેનો સિમ માટે ડ્યુઅલ સિમ સપોર્ટની સુવિધા છે.

Nokia 215માં સ્પેસિફિકેશન્સ

5/5
image

Nokia 215માં પણ Unisoc UMS9117 પ્રોસેસર છે જે ફોનને સ્મૂથ બનાવે છે. આ ઉપરાંત તેમાં માઇક્રો USB પોર્ટ, ડ્યુઅલ સિમ સપોર્ટ અને FM રેડિયો પણ છે.