NPCLના પાવર સ્ટેશનમાં લાગી આગ, તસવીરોમાં જુઓ આગનું વિકરાળ સ્વરૂપ

જુઓ આ તસવીરો કેટલીક તસવીરો...

નોઇડા: રાજધાની દિલ્હીથી અડીને આવેલા ગ્રેટર નોઇડા (Noida) में NPCLના પાવર સ્ટેશનમાં બુધવારે સવારે ભીષણ આગ (Fire) લાગી હતી. આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઘટનાની સૂચના મળતાં જ ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી અને આગ ઓલવવાનો પ્રયત્ન કરી રહી છે.  

ટ્રાંસફોર્મરમાં લાગી ભીષણ આગ

1/5
image

એનપીસીએલનું આ સબ સ્ટેશન નોલેજ પાર્ક પોલીસ સ્ટેશનના સેક્ટર 148માં છે. હાલ ટ્રાંસફોર્મરમાં આગ ઓલવવાનો પ્રયત્ન ચાલુ છે. 

ઘણા વિસ્તારોમાં વિજળી ખોરવાઇ

2/5
image

આગ લાગવાના કારણે નોઇડાના ઘણા વિસ્તારોમાં વિજળી ડૂલ થઇ ગઇ છે. 

કલાકો પહેલાં લાગેલી આગ હજુ સુધી ઓલવાઇ નથી

3/5
image

કલાકો પહેલાં લાગેલી આ આગ હજુ સુધી ઓલવાઇ નથી. ફાયરબ્રિગેડની ગાડીઓ અને કર્મચારીઓ આગ ઓલવવાનો પ્રયત્ન કરી રહી છે. 

આસપાસની ફાયર બ્રિગેડની ટીમ જોડાઇ

4/5
image

જાણકારી અનુસાર આગના ભયાનક રૂપને જોઇને ફાયર કર્મીઓએ આસપાસના ફાયર બ્રિગેડને બોલાવી લીધા છે. 

આગનું વિકરાળ સ્વરૂપ

5/5
image

તસવીરોમાં તમે સ્પષ્ટપણે જોઇ શકો છો કે આગએ પોતાનું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે.