Nita Ambani Favourite Saree: નીતા અંબાણીને બહુ ગમે છે આ 'ખાસ શક્તિઓ' ધરાવતી સાડી, લાખોમાં છે કિંમત
Patan Patola Saree: નીતા અંબાણી અવારનવાર ગુજરાતની ખુબ જ પ્રખ્યાત પાટણની પટોળા સાડીઓ અને દુપટ્ટા પહેરેલા જોવા મળતા હોય છે. આ સાડીઓને ખાસ રીતે તૈયાર કરવામાં આવે છે.
નીતા અંબાણી સુંદરતા અને મોંઘા આઉટફીટના મામલે સૌથી આગળ જોવા મળતા હોય છે. તેઓ પોતાની ફેશન સેન્સના કારણે ચર્ચામા રહે છે. નીતા અંબાણી અને પરિવારની અન્ય મહિલાઓ અવારનવાર ખાસ પ્રસંગે પટોળા સાડી પહેરેલા જોવા મળે છે. આ સાડીઓ ખાસ રીતે તૈયાર કરવામાં આવે છે. આ સાડીઓ મોર્ડન અને પરંપરાગત એમ બંને રીતે લૂક આપે છે. ગુજરાતી પાટણ પટોળા સાડીને એક અલગ જ ઓળખ અને લોકપ્રિયતા છે.
વર્ષો જૂની કળા
પટોળા સાડીઓને સામાન્ય રીતે એબ્સટ્રેક્ટ ડિઝાઈન અને જ્યામિતિય પેટર્ન દ્વારા દર્શાવવામાં આવે છે. તેમાં હાથી, માનવ આકૃતિઓ, કળશ, ફૂલ, શિખર, પાન અને પોપટ સાથે ગુજરાતની વાસ્તુકળાથી પ્રેરિત ડિઝાઈન લોકપ્રિય છે. અત્રે જણાવવાનું કે પટોળા ડિઝાઈન લગભગ 900 વર્ષ જૂની હોવાનું કહેવાય છે. આ ઉપરાંત આખુ વર્ષ આકરી મહેનત બાદ એક સાડી તૈયાર થતી હોય છે.
લાખોમાં કિંમત
નીતા અંબાણીની ફેવરિટ પટોળા પ્રિન્ટની સાડીઓની કિંમત લાખોમાં હોય છે. અત્રે જણાવવાનું કે નીતા અંબાણીએ 1.70 લાખથી લઈને 6 લાખની કિંમતની સાડીઓ ફ્લોન્ટ કરી છે. સૂટ હોય કે સાડી નીતા અંબાણી અને તેમના ઘરની બીજી મહિલાઓ દરેક પ્રસંગે એવી સાડીઓ પહેરે છે જેનું ધાર્મિક મહત્વ પણ હોય છે.
ખાસ હોય છે શક્તિ
અત્રે જણાવવાનું કે કેટલાક સમુદાયોના સમારોહોમાં પટોળા સાડી જરૂરી હોય છે, કારણ કે એવું માનવામાં આવે છે કે પટોળામાં ખરાબ નજરને દૂર કરવાની જાદુઈ શક્તિ હોય છે. એટલું જ નહીં આ સાડીઓ ખાસ કરીને દીકરીઓને તેમના લગ્ન પર આપવામાં આવે છે. જેથી કરીને દીકરી અને તેની આવનારી જિંદગીને કોઈની નજર ન લાગે.
ગર્ભાવસ્થા સાથે છે કનેક્શન
અત્રે જણાવવાનું કે કમળના ફૂલો, કળીઓ અને પાંદડાઓના એક ચક્ર સહિત એક લોકપ્રિય પેટર્ન જેને ચબર્ટી ભાટ કે ટોકરી ડીઝાઈન તરીકે ઓળખવામાં આવે છે, ગર્ભાવસ્થા સાથે જોડાયેલ હોય છે અને કેટલીક સંસ્કૃતિઓમાં લગ્ન સમારોહ માટે તેને પહેરવામાં આવે છે.
(અહેવાલ સાભાર- અમારી સહયોગી વેબસાઈટ DNA હિન્દી)
Trending Photos