તબાહીના દ્રશ્યો: ન્યૂયોર્કમાં વાવાઝોડાનો કહેર, મેટ્રો લાઈન ડૂબી; પાણીમાં તરી રહી છે કાર

વાવાઝોડા 'ઇડા' સામે અમેરિકા સંપૂર્ણપણે લાચાર નજર આવી રહ્યું છે. ભારે વરસાદને કારણે પૂર્વીય યુ.એસ.માં હાહાકાર મચી ગયો છે. ખાસ કરીને ન્યૂયોર્ક અને ન્યૂ જર્સી સૌથી વધુ પ્રભાવિત થયા છે. અહીંના રસ્તાઓ તળાવ બની ગયા છે. સબવે પરનો આ નજારો જાણે કે ધોધ વહેતો હોય. ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો સંપૂર્ણ રીતે બંધ થઈ ગયો છે. ન્યૂઝ એજન્સી એએફપીના રિપોર્ટ અનુસાર, વાવાઝોડા બાદ ભારે વરસાદના કારણે ન્યૂયોર્કમાં પૂર જેવી સ્થિતિ છે. મેટ્રો લાઈનો પાણીમાં ડૂબી ગઈ છે અને રસ્તાઓ પર કાર ડૂબી રહી છે. અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 41 લોકોના મોત થયા છે.

પ્રથમ વખત પૂરની ચેતવણી

1/7
image

ન્યૂયોર્કના ગવર્નર કેથી હોચુલે જણાવ્યું હતું કે ભારે વરસાદને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ છે. રસ્તાઓ તળાવ બની ગયા છે, અસરગ્રસ્તોની મદદ માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. નેશનલ વેધર સર્વિસે પ્રથમ વખત ન્યૂયોર્ક શહેરમાં પૂર માટે ઇમરજન્સી એલર્ટ જાહેર કર્યું છે. બીજી બાજુ, ન્યૂ જર્સીના ગવર્નર ફિલ મર્ફીએ કટોકટીની સ્થિતિ જાહેર કરતા કહ્યું કે ઘણા વિસ્તારો સંપૂર્ણપણે અંધકારમાં ડૂબી ગયા છે. બુધવારે રાત્રે, વીજળીની નિષ્ફળતાની 81,740 ફરિયાદો મળી હતી. (ફોટો સોર્સ: સ્કાય ન્યૂઝ)

મેટ્રો સ્ટેશન પર વહેતા ધોધ

2/7
image

વેબસાઇટ 'WPVI' અનુસાર, વરસાદ અને પૂરના વિનાશ વચ્ચે ન્યૂ જર્સીની ગ્લોસેસ્ટર કાઉન્ટીએ પણ વાવાઝોડાનો સામનો કરવો પડ્યો છે. જેના કારણે આ વિસ્તારના સેંકડો મકાનોને નુકસાન થયું છે. પેસેકના મેયર હેક્ટર લોરાએ જણાવ્યું હતું કે પુરમાં એક કાર વહી જતાં એક વ્યક્તિનું મોત થયું હતું. તે જ સમયે, એપાર્ટમેન્ટના બેસમેન્ટમાંથી નવ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. વરસાદના કારણે આવેલા પૂરથી પેન્સિલવેનિયામાં ત્રણ મૃત્યુ નોંધાયા છે, જ્યારે મેરીલેન્ડ અને કનેક્ટિકટમાં એક-એક મોત નોંધાયું છે. બધી બાજુએ પાણી જ પાણી દેખાય છે. મેટ્રો સ્ટેશન પર ધોધ વહે છે. (ફોટો સોર્સ: ટ્વિટર)

લોકોને ઘરમાં રહેવાની સૂચના

3/7
image

કથળતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ન્યૂયોર્ક અને ન્યુ જર્સીમાં સામાન્ય લોકોને તેમના ઘરની બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી છે. બંને પ્રાંતોમાં, કટોકટીના વાહનો સિવાય, અન્ય કોઈ વાહનને રસ્તા પર મંજૂરી નથી. (ફોટો: ગલ્ફ ન્યૂઝ)

રેલ અને હવાઈ સેવા ખોરવાઈ

4/7
image

ખરાબ હવામાનને કારણે ન્યુ જર્સીમાં ટ્રાન્ઝિટ રેલ સેવા આગામી આદેશ સુધી સ્થગિત કરવામાં આવી છે. તે જ સમયે, નેવાર્ક લિબર્ટી એરપોર્ટ પર પાણી ભરાવાને કારણે તમામ પેસેન્જર ફ્લાઇટ્સ બંધ કરી દેવામાં આવી છે. બીજી બાજુ, ન્યૂયોર્કમાં પણ વહીવટીતંત્રે સબવે સેવાઓ સ્થગિત કરી દીધી છે. સબવે છલકાઇ ગયો છે, જેઓ અંદર ફસાયેલા છે તેમને બહાર કાવાનું કામ ચાલુ છે. (ફોટો સોર્સ: ટ્વિટર)

લુઇસિયાનાની હાલત પણ ખરાબ

5/7
image

ત્યારે 172 માઇલ પ્રતિ કલાકની ઝડપે આવેલા વાવાઝોડા ઇડાએ લ્યુઇસિયાનામાં ભારે વિનાશના નિશાન પણ છોડી દીધા છે. અહીંના મોટાભાગના રસ્તાઓ તળાવ બની ગયા છે. વૃક્ષો અને ઇમારતોના કાટમાળને કારણે ટ્રાફિક પુન:સ્થાપિત થઈ શક્યો નથી. વીજ પુરવઠો પણ અટકી ગયો હોવાનું કહેવાય છે. (ફોટો સોર્સ: રોઇટર્સ)

મુખ્ય રસ્તાઓ બંધ

6/7
image

પરિસ્થિતિ એવી બની છે કે બચાવ ટીમે લોકોને બચાવવા માટે બોટનો ઉપયોગ કરવો પડે છે. જે રસ્તાઓ પર ગઈકાલ સુધી હાઈ સ્પીડ વાહનો ચાલતા હતા, આજે ત્યાં બોટ ચાલી રહી છે અને કારો બોટની જેમ તરતી રહે છે. ત્યારે મેનહટ્ટન સહિત ન્યુ જર્સી અને ન્યૂયોર્ક શહેરોમાં પૂરે મુખ્ય રસ્તાઓ બંધ કરી દીધા છે. (ફોટો સોર્સ: રોઇટર્સ)

ખતરો હજી ટળ્યો નથી

7/7
image

હવામાન વિભાગનું કહેવું છે કે હજુ ખતરો ટળ્યો નથી. વરસાદ ચાલુ રહે તેવી શક્યતા છે. લોકોને ઘરમાં રહેવાનું કહેવામાં આવ્યું છે. કેટલાક વિસ્તારોમાં જ્યાં બજારો ખુલ્લા હતા, ત્યાં પણ હવે સન્નાટો છે. (ફોટો સોર્સ: ફ્રાન્સ 24)