NEW LOOK OF DHONI: ધોનીએ કેમ અપનાવ્યો છે બૌદ્ધ ભિક્ષુકનો અવતાર? IPL પહેલાં જ ધોનીના જીવનમાં આવ્યો કંઈક આવો વળાંક...
સોશિયલ મીડિયા પર મહેન્દ્રસિંહનો નવો લુક વાયરલ થયો છે. જેના ફોટામાં ધોનીએ કરાવ્યું છે મુંડન. આ તસવીરોએ હાલ સોશિયલ મીડિયામાં ખુબ ચર્ચા જગાવી છે. જોકે, આ પહેલાં પણ સમયાંતરે ધોનીનો લૂક બદલાતો રહ્યો છે. જુઓ તસવીરો...
ઝી બ્યૂરો, અમદાવાદઃ કુલ કેપ્ટન તરીકે ઓળખ ઉભી કરનાર મહેન્દ્ર સિંહ ધોનીએ ભલે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતિ લીધી હોય પરંતું અવારનવાર સોશિયલ મીડિયાના માધ્યમથી ધોની તેમના ફેન્સ સાથે જોડાયેલા છે. IPL સિઝન 14માં ચેન્નઈની ટીમ માટે મહેન્દ્રસિંહ ધોની હાલ ટ્રેનિંગ લઈ રહ્યા છે. IPL 2021માં ધોની ફરી ચેન્નઈ સુપરકિંગ્સના કેપ્ટન તરીકે જોવા મળશે. હાલમાં સોશિયલ મીડિયામાં માહીનો એક ફોટો વાયરલ બન્યો છે અને ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ ફોટામાં ધોનીએ માથે મુંડન કરાવ્યું છે. સમયાંતરે ધોનીનો લૂક બદલાતો રહ્યો છે. તેના અલગ અલગ લૂકની તસવીરો પણ જોવા જેવી છે....
વર્ષ 2007માં પાકિસ્તાનના પ્રધાનમંત્રી કર્યા હતા ધોનીની હેરસ્ટાઈલના વખાણ
વર્ષ 2007માં પાકિસ્તાન સામેની ટી-20 ક્રિકેટ મેચની ફાઈનલમાં શાનદાર પ્રદર્શન કરીને ભારતે કપ પોતાના નામે કર્યો હતો. તે સમયે ધોની અંતરરાષ્ટ્રિય ક્રિકેટમાં નવો હતો. અને ત્યારે ધોનીનો લોંગ હેરનો લૂક પણ ચાહકોને ખુબ પસંદ હતો. તે સમયે પાકિસ્તાનના તત્કાલિન પ્રધાનમંત્રી જનરલ પરવેશ મુશર્રફે પણ ધોનીની હેર સ્ટાઈલના વખાણ કર્યાં હતાં. અને ધોનીને આવી જ હેરસ્ટાઈલ રાખવા અને હેરકટ ન કરવાની સલાહ આપી હતી.
વર્લ્ડકપમાં જીત બાદ ધોનીએ અપનાવ્યો હતો નવો લૂક
વર્ષ 2011માં મહેન્દ્ર સિંહ ધોની એ વર્લ્ડકપમાં ભારતને ઐતિહાસિક જીત અપાવી હતી. જીત બાદ ધોની વર્લ્ડકપ સાથે અનોખા અંદાજમાં ફોટોશૂટ કરાવ્યું હતું. ધોનીનો આ bald look પણ ચાહકોને ખુબ પસંદ આવ્યો હતો.
બે વર્ષ બાદ IPL ભારતમાં યોજાશે
IPL બે વર્ષ બાદ ફરી ભારતમાં યોજવામાં આવશે. છેલ્લે વર્ષ 2019માં ભારતમાં IPL રમાઈ હતી. વર્ષ 2020માં કોરોનાના પગલે IPL દૂબઈમાં યોજાઈ ત્યારે હવે ફરી IPLની ટુર્નામેન્ટ ભારતમાં યોજાવા જઈ રહી છે. IPLનો પહેલો મુકાબલો ચેન્નઈમાં મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર બેંગ્લોર માટે 9 એપ્રિલે રમાશે. IPLની ફાઈનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે. IPL ની મેચ પહેલાં મહેન્દ્ર સિંહ ધોની ફરી એકવાર એક નવા અંદાજમાં જોવા મળી રહ્યાં છે.
માહીએ ચેન્નઈને ત્રણવાર IPLમાં અપાવી છે જીત
મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશીપ હેઠળ ચેન્નઈ સુપરકિંગ્સ ત્રણવાર IPL જીતી ચૂક્યુ છે. ધોનીની આગેવાનીમાં વર્ષ 2010, 2011 અને 2018માં ચેન્નઈ સુપરકિંગ્સે IPLનું ટાઈટલ જીત્યું. વર્ષ 2020 ને બાદ કરીએ તો ધોનીની કેપ્ટનશીપમાં ચેન્નઈ સુપરકિંગ્સ IPLની દરેક સિઝનમાં પ્લેઓફ પહોંચ્યું છે.ચેન્નઈ સુપરકિંગ્સ 8 વખત ફાઈનલમાં પહોંચ્યું છે. વર્ષ 2013માં પણ ધોનીની અનોખી હેરસ્ટાઈલે ફેન્સમાં ચર્ચા જગાવી હતી. તે સમયે ધોનીએ ચેન્નઈ સુપરકિંગ્સ તરફથી રમતી વખતે funky Mohawk look અપનાવ્યો હતો.
વર્ષ 2018માં ધોનીએ કર્યો હતો v-hawk look
વર્ષ 2018માં ધોનીએ કર્યો હતો v-hawk look. આ લૂકમાં ધોની એકદમ કૂલ લાગતો હતો. તે સમયે પણ સોશિયલ મીડિયામાં આ તસવીરો છવાયેલી રહી હતી.
ધોની કેમ બની ગયા બૌદ્ધ ભિક્ષુક?
માહી બૌદ્ધ ભિક્ષુકના કપડા પહેરેલા જોવા મળ્યા. ધોનીનો આ ફોટો કોઈ માર્શલ આર્ટ ટ્રેનિંગ સેન્ટરનો છે. ચર્ચા એવી થઈ રહી છે કે ધોનીનો આ લુક કોઈ જાહેરખબર માટે છે. સોશિયલ મીડિયામાં આ ફોટા પર લોકો જુદા જુદા અભિપ્રાય આપી રહ્યા છે.
સોશિયલ મીડિયામાં માહી છવાયા
ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનો ફોટો IPLના ઓફિશિયલ બ્રોડકાસ્ટર સ્ટાર સ્પોર્ટસે પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો. આ ફોટામાં જોઈ શકાય છે કે માહીએ માથાના વાળ કપાવી દીધા છે અને તેને મુંડન કરાવી દીધુ છે.
સ્ટાર ઈન્ડિયાના ઓફશિયલ ટ્વીટર પર માહીનો નવો લુક દેખાયો
સ્ટાર ઈન્ડિયાના ઓફશિયલ ટ્વીટર પર માહીના નવા લુકનો વીડિયો શેર કરાયો છે. વીડિયોમાં મહેન્દ્રસિંહ ધોની કહે છે કે 'ક્યા હે ઈસ અવતાર કા મંત્ર' આ વીડિયોમાં ધોની કોઈ નવા સરપ્રાઈઝની વાત કરે છે જે ટૂંક સમયમાં રિવિલ કરવાના છે
Trending Photos