ગંભીર-કોહલી IPLમાં અનેકવાર ટકરાઈ ચૂક્યા છે, હવે ટીમ ઈન્ડિયા માટે શું ફાયદાકારક નીવડશે?

ગૌતમ ગંભીર હવે ટીમ ઈન્ડિયાના નવા કોચ બન્યા છે. ટીમ ઈન્ડિયા સાથે તેમનો પહેલો કાર્યકાળ શ્રીલંકા પ્રવાસ હશે. જ્યાં વિરાટ કોહલી સહિત અને મોટા નામ ટીમનો હિસ્સો નહીં હોય. આવામાં જ્યારે વિરાટ ટીમ ઈન્ડિયા સાથે જોડાશે અને ગંભીરના કોચિંગમાં મેદાન પર ઉતરશે તો તે જોવાનું રસપ્રદ રહેશે. ફેન્સ આ જોડીનો તાલમેળ કેવો રહેશે તે જોવા માટે આતુર જોવા મળી રહ્યા છે. 

ગૌતમ ગંભીર હેડ કોચ

1/5
image

BCCI એ ગૌતમ ગંભીરને ટીમ ઈન્ડિયાના હેડ કોચ તરીકે પસંદ કર્યા છે. પોતાની રમતથી ટીમ ઈન્ડિયા સાથે યાદગાર સફર શેર કર્યા બાદ હવે કોચ તરીકે ગંભીર નવી ઈનિંગ શરૂ કરશે. આ નિયુક્તિથી દરેક જણ ખુશ છે પરંતુ સાથે એક એવો ડર પણ છે જે ફક્ત ક્રિકેટ ફેન્સને જ નહીં પરંતુ BCCI ને પણ સતાવતો હશે. ટીમ ઈન્ડિયાના કોચ બન્યા બાદ ગૌતમ ગંભીરને સતત શુભેચ્છાઓ મળી રહી છે. જ્યારે કેટલાક યૂઝર્સ વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચેના સંબંધને લઈને કટાક્ષ પણ કરી રહ્યા છે.   

શું ફાયદો કરાવશે ખરો?

2/5
image

એમાં કોઈ શક નથી કે વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરનો સંબંધ મિત્રતાપૂર્ણ નથી. આઈપીએલમાં બંને મેદાન પર ભીડી ચૂક્યા છે એ જગજાહેર છે. જો કે ઈન્ડિયા માટે રમાવાનું હોય ત્યારે તો આ મુદ્દો ઊભો થયો નથી. આવામાં ગંભીરના કોચિંગમાં વિરાટ પોતાને કઈ રીતે ફીટ કરશે તે કોમ્બિનેશન જોવા માટે આખી દુનિયા બેતાબ છે. સોશિયલ મીડિયા ઉપર પણ આ કોમ્બિનેશન અંગે ખુબ રિએક્શન જોવા મળી રહ્યા છે. 

મોટો ફેરફાર શક્ય

3/5
image

યૂઝર્સ ગૌતમ ગંભીરના વખાણ કરતા કહે છે કે આ એ જ વ્યક્તિ છે કે જેણે વિરાટ કોહલીને પોતાનો મેન ઓફ ધ મેચ એવોર્ડ સોંપ્યો હતો. કેટલાકનું એવું પણ કહેવું છે કે વિરાટનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયુ છે. કોચ બનતા પહેલા ગૌતમ ગંભીરે અનેકવાર લાઈવ મેચ અને શો દરમિયાન ટીમમાં સ્ટાર કલ્ચરને ખતમ કરવાની વાત કરતા કહ્યું હતું કે જે પરફોર્મ કરે તેને ટીમમાં જગ્યા મળવી જોઈએ. આવા અનેક સ્ટેટમેન્ટ ગંભીર આપી ચૂક્યા છે. આથી એક વાત તો નક્કી છે કે ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર શક્ય છે. પરંતુ આ બધી ચીજોમાં થોડો સમય લાગશે. 

તણાવપૂર્ણ રહ્યા છે સંબંધો

4/5
image

વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર  બંને પોતાની ટીમનું પ્રતિનિધિત્વ કરતા દિલ ખોલીને રમવાનું પસંદ કરે છે અને પોતાની ખુશી અને નારાજગી વ્યક્ત કરતા ખચકાતા નથી. પરંતુ ગંભીરના ભારતીય ડ્રેસિંગ રૂમમાં મુખ્ય કોચ તરીકે પ્રવેશ કરવાથી છેલ્લા કેટલાક વર્ષોથી તણાવપૂર્ણ ચાલી રહેલા તેમના સંબંધમાં એક નવી શરૂઆત થઈ છે. 

પહેલો પ્રવાસ

5/5
image

ગૌતમ ગંભીરનો ટીમ ઈન્ડિયા સાથે પહેલો પ્રવાસ શ્રીલંકાનો રહેશે. જ્યાં વિરાટ સહીત અનેક મોટા નામ નહીં હોય. આવામાં જ્યારે વિરાટ ટીમ ઈન્ડિયા સાથે જોડાશે ત્યારે ગંભીર પણ કોચિંગના મેદાન પર જોવા મળશે તો તે નજારો કેવો રહેશે તે જોવું રસપ્રદ રહેશે. ફેન્સ આ જોડીના તાલમેળને જોવા માટે ખુબ આતુર છે. પરંતુ તેના માટે થોડો સમય રાહ જોવી પડે તેમ છે.