દરેકને મળશે 24 કલાક Electricity, આડેધડ કાપ નહીં મૂકી શકે કંપનીઓ, નવા કનેક્શન માટે બદલાયા નિયમો

નવા કનેક્શન માટે પણ નવા નિયમો ખાસ જાણો. વીજ કંપનીઓની મનમાની હવે નહીં ચાલે. આડેધડ કાપ નહીં મૂકી શકે. ગ્રાહકોને 24 કલાક વીજળી આપવી જ પડશે. નહીં તો કાર્યવાહી માટે તૈયાર રહો. 

નવી દિલ્હી: મોદી સરકારે વીજ ગ્રાહકોના અધિકાર વધાર્યા છે. વીજળી મંત્રાલયના નવા નિયમોમાં વીજળી વિતરણ કંપનીઓની મનમાની પર લગામ લગાવવા અને ગ્રાહકોને રાહત આપવા માટે જોગવાઈ કરવામાં આવી છે. વીજળી વિતરણ કંપનીઓ તમામ ગ્રાહકોને 24 કલાક વીજળી આપશે. નવા નિયમો મુજબ હવે નિર્ધારિત સમયથી વધુ વીજ કાપ કરવા બદલ વીજળી કંપનીઓએ ગ્રાહકોને વળતર ચૂકવવું પડશે અને સતત વીજ કાપ પર કંપનીઓ પર દંડ ફટકારવામાં આવશે. 

મનમાની કરવા પર લગામ કસાશે

1/6
image

વીજળી મંત્રાલયના નવા નિયમો મુજબ કોઈ પણ સંજોગોમાં વીજળી વિતરણ કંપનીઓએ નિર્ધારિત માપદંડો મુજબ ગ્રાહકોને સેવા આપવી પડશે. જો વિદ્યુત વિતરણ કંપની આ નિયમોનું પાલન ન કરે તો તેને પર દંડ ફટકારવામાં આવશે. 

ઘરે બેઠા નવું કનેક્શન

2/6
image

એવી ફરિયાદ આવે છે કે ગ્રાહકોને નવું કનેક્શન લેવામાં ખુબ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. હવે સરકાર તેના પર કડકાઈ કરવા જઈ રહી છે. સરકારે નક્કી કર્યું છે કે નવા વીજ કનેક્શન માટે લોકોએ ચક્કર કાપવા પડશે નહીં. તમે ઘરે બેઠા જ નવા કનેક્શન માટે ઓનલાઈન અરજી કરી શકશો. 

7 દિવસની અંદર મળશે નવું કનેક્શન

3/6
image

આ સાથે જ કેન્દ્ર સરકારે નવા કનેક્શન માટે સમય મર્યાદા પણ નક્કી કરી દીધી છે. મહાનગરોમાં નવું વીજળી કનેક્શન અરજી કર્યાના 7 દિવસની અંદર જ આપવું પડશે. નગર પાલિકા ક્ષત્રમાં 15 દિવસની અંદર નવું કનેક્શન આપવું પડશે જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં 30 દિવસનો સમય નક્કી કરાયો છે. 

કનેક્શન સાથે જ મીટર

4/6
image

ગામડાઓમાં અનેક જગ્યાએથી ફરિયાદો આવે છે કે કનેક્શન તો મળી ગયું પણ મીટર મળતું નથી. જેના કારણે વિભાગ પોતાની મરજી પ્રમાણે બિલ વસૂલે છે. આ ફરિયાદોને પણ સરકારે ધ્યાનમાં લીધી છે. હવે નવું વીજ કનેક્શન મીટર વગર આપવામાં નહીં આવે. સ્માર્ટ કે પ્રીપેડ મીટર લગાવવામાં આવશે. 

કાપનું થશે મોનિટરિંગ

5/6
image

હવે વીજળી ગ્રાહકોએ બિલ ભરવા માટે લાઈનમાં ઊભું રહેવું પડશે નહીં. તમે ઘરે બેઠા ઓનલાઈન બિલ જમા કરી શકો છો. જો કે ઓફલાઈન બિલ ચૂકવણીની વ્યવસ્થા પણ ચાલુ રહેશે. સરકારે વિતરણ કંપનીઓને કહ્યું છે કે એવી ઓટોમેટિક સિસ્ટમ વિક્સિત કરે કે જેનાથી વીજ કાપનું મોનિટરિંગ થઈ શકે અને તેને તરત બહાલ કરવામાં આવે. 

દરેક ઘર સુધી પહોંચે વીજળી

6/6
image

વીજળી મંત્રાલયના નવા નિયમ મુજબ વીજળી ગ્રાહકોની પાસે વીજળી વિતરણ કંપનીઓ પાસેથી Minimum Service Standards મેળવવાનો અધિકાર રહેશે. કેન્દ્રીય વીજળી મંત્રી આર કે સિંહનું કહેવું છે કે સરકારનો લક્ષ્યાંક છે કે દરેક ઘર સુધી વીજળી પહોંચે. સરકાર સતત તે માટે પ્રયત્નો કરી રહી છે. આવનારા સમયમાં કોઈ પણ વ્યક્તિ વીજળી વગર નહીં હોય.