હવે જો વીજળી 'ગુલ' થઈ ગઈ તો કંપનીએ ચૂકવવું પડશે વળતર, ગ્રાહકો...નવા નિયમો ખાસ જાણો

સરકારે Electricity (Rights of Consumers) Rules, 2020 નું નોટિફિકેશન પણ બહાર પાડી દીધુ છે. જેમાં વીજળી સપ્લાય, વીજળીનું નવું કનેક્શન, જૂના કનેક્શનને ફરીથી શરૂ કરવા, મીટર મેનેજમેન્ટ અને બિલ ચૂકવણી સંબંધિત અનેક નિયમો તૈયાર કરવામાં આવ્યા છે. 

New Electricity Rules: દેશના દરેક ઘરમાં વીજળી પહોંચાડવાના લક્ષ્યને હાંસલ કરવા માટે કેન્દ્ર સરકારે વીજગ્રાહકોને કેટલાક નવા અધિકારો આપ્યા છે. સરકારે Electricity (Rights of Consumers) Rules, 2020 નું નોટિફિકેશન પણ બહાર પાડી દીધુ છે. જેમાં વીજળી સપ્લાય, વીજળીનું નવું કનેક્શન, જૂના કનેક્શનને ફરીથી શરૂ કરવા, મીટર મેનેજમેન્ટ અને બિલ ચૂકવણી સંબંધિત અનેક નિયમો તૈયાર કરવામાં આવ્યા છે. આવું પહેલીવાર બન્યું છે કે જ્યારે વીજ ગ્રાહકો માટે સ્ટાન્ડર્ડ્સ તૈયાર કરાયા છે. 

વીજળી કનેક્શન લેવું સરળ થયું

1/7
image

નવું કનેક્શન લેવું અને હાલના કનેક્શનમાં ફેરફાર માટેના નિયમોની પ્રક્રિયા વધુ પારદર્શક, સરળ અને સમયસર પૂરી થશે. આ માટે ઓનલાઈન અરજી પણ કરી શકાશે. નવા નિયમ મુજબ મેટ્રો શહેરોમાં નવું કનેક્શન લેવા કે હાલના કનેક્શનમાં ફેરફાર માટે વધુમાં વધુ સમયમર્યાદા 7 દિવસ છે, મ્યુનિસિપલ વિસ્તારો માટે 15 દિવસ અને ગ્રામીણ વિસ્તારો માટે 30 દિવસ છે. 

મીટર વગર કનેક્શન નહીં

2/7
image

નવા નિયમો મુજબ હવે મીટર વગર કોઈ કનેક્શન અપાશે નહીં. નવું મીટર સ્માર્ટ પ્રી-પેમેન્ટ મીટર કે પ્રી પેમેન્ટ મીટર હોવું જોઈએ. ડિફેક્ટિવ કે બળી ગયેલુ, ચોરી થયેલા મીટરોના રિપ્લેસમેન્ટની જોગવાઈ પણ કરાઈ છે. 

બિલ અને ટેરિફમાં પારદર્શકતા

3/7
image

નવા નિયમોમાં વીજળીના બિલ અને ટેરિફમાં પારદર્શકતા પર ફોકસ છે. બિલોની ઓનલાઈન ચૂકવણી કે ઓફલાઈન ચૂકવણી ઉપરાંત એડવાન્સ બિલ પેમેન્ટની પણ જોગવાઈ કરાઈ છે. 

24X7 વીજ સપ્લાય આપવો પડશે

4/7
image

વીજળી વિતરણ કંપનીઓ(DISCOMS) એ તમામ ગ્રાહકોને 24X7 વીજ સપ્લાય કરવો પડશે. જો કે રાજ્ય આયોગ કેટલીક કેટેગરીના ગ્રાહકો માટે વીજળી સપ્લાયના ન્યૂનતમ કલાકો નિર્ધારિત કરી શકે છે. 

ખરાબ સેવાઓ બદલ ગ્રાહકોને મળશે વળતર

5/7
image

જો વીજ કંપનીઓ(DISCOM) વીજળી સપ્લાય કરવામાં નિષ્ફળ રહેશે તો તેમણે ગ્રાહકોને વળતર આપવું પડશે. આ વળતર ગ્રાહકોને ઓટોમેટિક રીતે મળી જશે, તેનું મોનિટરિંગ પણ થશે. 

આ પરિસ્થિતિઓમાં મળશે વળતર

6/7
image

વીજળી વિતરણ કંપનીઓને 6000 રૂપિયા પ્રતિ દિવસથી એક લાખ રૂપિયા પ્રતિ દિવસ સુધીનું વળતર ગ્રાહકોને આપવું પડી શકે છે. આ માટે કેટલીક પરિસ્થિતિઓ નક્કી કરાઈ છે.  1. જો વીજળી કંપનીઓ ગ્રાહકોને એક નિર્ધારિત સમય બાદ પણ વીજ સપ્લાય ન કરી શકે તો, (2) જો સપ્લાયમાં એક નિર્ધારિત મર્યાદા કરતા વધુ વિધ્નો, અડચણ આવે તો (3) કનેક્શન લેવા, કનેક્શન હટાવવા, કનેક્શન ફરીથી લગાવવા અને શિફ્ટિંગમાં કેટલો ટાઈમ લાગે (3) બિલ, વોલ્ટેજ, મીટર સંબંધિત ફરિયાદો પતાવવામાં સમય લાગે. 

નિર્ધારિત સમયમાં ફરિયાદનું કરવું પડશે નિવારણ

7/7
image

વીજળી કંપનીઓએ ફરિયાદોની પતાવટ માટે એક નિર્ધારિત સમયમર્યાદા જણાવવી પડશે. નવી જોગવાઈમાં વધુમાં વધુ 45 દિવસમાં ફરિયાદોનું નિવારણ થવું જોઈએ.