ક્યારેય કોઈ પાસે ફ્રીમાં ન લો ખાવાની આ વસ્તુ, ગરીબી આવતા વાર નહીં લાગે

Vastu Tips for Salt: વાસ્તુ શાસ્ત્રમાં ન માત્ર દિશાઓ પરંતુ સામાન્ય જીવન સાથે જોડાયેલા કામો વિશે પણ ઘણી મહત્વપૂર્ણ વાતો કહેવામાં આવી છે. જેમ કેટલીક વસ્તુનું દાન કરવું અશુભ હોય છે. આ રીતે કેટલીક વસ્તુ ફ્રીમાં કે ઉધાર લેવી પણ અશુભ હોય છે. આજે અમે તમને ખાદ્ય પદાર્થ વિશે જણાવીશું. 

ફ્રીમાં ન લો

1/5
image

વાસ્તુ શાત્રમાં એક એવી મહત્વપૂર્ણ વિશે જણાવવામાં આવ્યું છે જે વસ્તુ ફ્રીમાં લેવી ખુભ અશુભ માનવામાં આવે છે. આ વસ્તુને ઉધાર કે ફ્રીમાં લેવાથી વ્યક્તિ આર્થિક સમસ્યાઓથી ઘેરાય જાય છે. 

પેઢીઓ સુધી રહે છે દેવુ

2/5
image

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ક્યારેય કોઈ પાસેથી મીઠું ફ્રીમાં ન લેવું જોઈએ. ન મીઠું ઉધાર માંગો. આમ કરવાથી જાતકની પેઢીઓ દેવા હેઠળ દબાયેલી રહે છે. તે કંગાળ થઈ જાય છે અને આર્થિક સમસ્યાથી ઘેરાયેલો રહે છે. 

ખુબ મહત્વનું છે નમક

3/5
image

વાસ્તુ શાસ્ત્રમાં નમકને ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે. મીઠાંના ઘણા ઉપાય ઘરમાંથી વાસ્તુ દોષ દૂર કરવામાં, આર્થિક તંગી, નકારાક્મકથી છુટકારો મેળવવામાં મદદરૂપ છે. તો મીઠાં સાથે કરાયેલી ભૂલો કંગાળ પણ બનાવી શકે છે. 

ઘરમાં મીઠું હંમેશા રાખો

4/5
image

મીઠું ફ્રીમાં ન લેવા સિવાય તેની સાથે જોડાયેલી એક ભૂલથી પણ બચો. ક્યારેય તમારા રસોડામાં મીઠું ખતમ ન થવા દો. ઘરમાં મીઠું ખતમ થવાથી ધન હાનિ અને માનહાનિનું કારણ બને છે. જેથી મીઠું પૂરુ થાય તે પહેલા લઈ લો.

શનિ સાથે છે સંબંધ

5/5
image

વાસ્તુ શાસ્ત્રમાં મીઠાંનો સંબંધ ન્યાયના દેવતા શનિદેવ સાથે જણાવવામાં આવ્યો છે. તેથી ફ્રીનું મીઠું ખાવાથી વ્યક્તિ કોઈને કોઈ સમસ્યામાં ઘેરાયેલો રહેશે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતા પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)