અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદા ભણશે ગુજરાતમાં, અમદાવાદની આ કોલેજમાં મળ્યું એડમિશન
Navya Nanda At IIM Ahmedabad વિશાલ ગઢવી/અમદાવાદ : બોલિવુડથી દૂર રહીને અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદા હંમેશા કંઈક અલગ કરતી હોય છે. આ કારણે ચર્ચામાં રહે છે. ત્યારે બિગબીની વ્હાલી પૌત્રીએ અમદાવાદની ખ્યાતનામ ઈન્સ્ટિટ્યૂટમાં એડમિશન મેળવી લીધું છે. તે હવે આગામી બે વર્ષ આ ઈન્સ્ટિટ્યૂટમાં રહીને અભ્યાસ કરશે. નવ્યા નંદાએ ખુદ ઈન્સ્ટાગ્રામ પર એડમિશનની જાહેરાત કરી છે.
અમદાવાદમાં ભણશે નવ્યા નવેલી નંદા
અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદા હાલ પોતાના કરિયર પર ફોકસ કરી રહી છે. ત્યારે તેણે અમદાવાદની ફેમસ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં એડમિશન મેળવ્યું છે. આગામી બે વર્ષ તે અમદાવાદમાં રહીને અભ્યાસ કરશે. નવ્યા નંદાએ કેમ્પસની મિત્રો સાથેની તસવીર શેર કરી છે. ત્યારે હાલ સૌ કોઈ નવ્યા નંદાના વખાણ કરી રહ્યાં છે.
ખુશ વ્યક્ત કરી
નવ્યા નવેલીએ પોસ્ટમાં લખ્યું કે, Dreams do come true !!!!!! The next 2 years... with the best people & faculty! Blended Post Graduate Programme (BPGP) Class of 2026
અમદાવાદમાં કયો કોર્સ કરશે
નવ્યા નવેલી નંદાએ બ્લેન્ડેડ પોસ્ટ ગ્રેજ્યુએશન પ્રોગ્રામ (BPGP) ક્લાસ 2026 માં એડમિશન મેળવ્યું છે. નવ્યાની પોસ્ટ પર કરિશ્મા કપૂરે લખ્યું કે, અભિનંદન નવ્યા. તો અનન્યા પાંડે, શનાયા કપૂર, ઝોયા અખ્તરે પણ અભિનંદન પાઠવ્યા.
નવ્યાના થયા વખાણ, લોકોએ પૂછ્યા સવાલ
નવ્યાની પોસ્ટ પર એક યુઝરે કોમેન્ટ કરીને કહ્યું, 'ચાલો કંઈક સામાન્ય જોઈએ. પ્રથમ, તમે ભારતમાં જ અભ્યાસ કરો છો અને બીજું, તમે સામાન્ય કોર્સ કરો છો, નહીં તો આવા મોટા પરિવારોમાં તમે વિચિત્ર કોર્સ કરો છો જે બહુ ઓછા લોકો કરતા હશે. અન્ય એક યુઝરે લખ્યું, 'BPGP કોર્સ વિશે ક્યારેય સાંભળ્યું નથી, આ શું છે?' કેટલાક લોકો પૈસા આપીને એડમિશન લીધા હોવાનું પણ કહી રહ્યા છે.
નવ્યા નંદાનું કરિયર
ંનવ્યાએ અગાઉ ન્યૂયોર્કમાં અભ્યાસ કર્યો છે. તેમણે ફોર્ડહામ યુનિવર્સિટીમાંથી ડિજિટલ ટેકનોલોજી અને UX ડિઝાઇનમાં સ્નાતક થયા. નવ્યા નંદા પોતાનું પોડકાસ્ટ પણ ચલાવે છે, જેમાં તેણે માતા શ્વેતા નંદા અને દાદી જયા બચ્ચનનો ઈન્ટરવ્યુ લીધો છે.
Trending Photos