એક થઈ ગઈ હવામાન વિભાગ અને અંબાલાલની આગાહી! જાણો નવરાત્રિમાં કયા-કયા નોતરે પડશે વરસાદ

Narvratri Rainfall Prediction: આ વખતે નવરાત્રિ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ અને જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલ બન્નેએ એ જ દિશામાં વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે. જેને કારણે ખેલૈયાઓ અને આયોજકો ચિંતામાં છે.

1/9
image

Gujarat Weather Forecast For Navratri 2024: ગુજરાતમાં આવખતે નવરાત્રિ બગાડશે વરસાદ. આ અમે નથી કહી રહ્યાં ખુદ હવામાન વિભાગ દ્વારા આ પ્રકારની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ આગાહીકાર અંબાલાલ પટેલે પણ નવરાત્રિ દરમિયાન ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. 

2/9
image

રાજ્યમાં હજુ વરસાદ પડવાની સંભાવના.... આજે સૌરાષ્ટ્રમાં પડી શકે વરસાદ... તો દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે... આજે રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. મધ્ય ગુજરાત અને દક્ષિણમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. વડોદરા, ખેડા, આણંદ, ભાવનગર, ભરૂચ, સુરત, વલસાડમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. રાજ્યમાં વરસાદ અંગે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી એવું કહે છે કે, નવરાત્રિ દરમિયાન રાજ્યમાં વરસાદની શક્યતાઓ છે. સ્થાનિક વાતાવરણના કારણે બપોર બાદ રાજ્યના કોઈ કોઈ ભાગોમાં વરસાદ પડી શકે છે. 

3/9
image

આવતી કાલથી શરૂ થઈ રહ્યો છે શક્તિની આરાધનાનો પર્વ. એટલેકે, નવરાત્રિનો પર્વ. ગુજરાતીઓ નવ દિવસ માતાજીની પુજા-અર્ચના અને ઉપાસનાની સાથો-સાથ નવ દિવસ રંગે ચંગે ગરબે ગુમતા હોય છે. જોકે, આ વખતે હવામાન વિભાગની આગાહી અને અંબાલાલનું અનુમાન ગરબા રસિકો માટે માઠા સમાચાર લઈને આવ્યું છે. ખાસ કરીને તારીખ 3 ઓક્ટોબરથી નવરાત્રિની શરૂઆત થઈ રહી છે, અને 12 ઓક્ટોબરે નવરાત્રિ પૂર્ણ થશે. ત્યારે અંબાલાલ પટેલે નક્ષત્ર જોઈને ભવિષ્યવાણી કરી કે, નવરાત્રિના દિવસોમાં તડકો પડવાની શક્યતા રહેશે અને તડકા વચ્ચે ક્યાંક વરસાદ થવાની શક્યતા છે. શરદપૂનમના દિવસે પણ દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે અને શરદ પૂનમની રાત્રે ચંદ્ર જો શ્યામ વાદળોમાં આખી રાત ઢંકાયેલો હશે તો વાહનોને અસર કરે તેવુ ચક્રવાત બનવાની શક્યતા રહેશે.    

4/9
image

હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલ એલર્ટ ગુજરાતીઓના ટેન્શનને વધારી દેશે. કારણકે, 3 થી 12 ઓક્ટોબર વચ્ચે યોજાનાર નવરાત્રિ મહોત્સવ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગે ઓક્ટોબરમાં ભારતના મોટાભાગના રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે. આવી સ્થિતિમાં વરસાદ નવરાત્રિ-દશેરાની મજા બગાડે તેવી સંભાવના છે. આ સાથે જ અંબાલાલ પટેલે પણ નવરાત્રિના દિવસોમાં વરસાદની આગાહી કરી છે. નવરાત્રિમાં અનેક શહેરોમાં વરસાદ પડવાની અંબાલાલ પટેલે આપી આગાહી. 

5/9
image

શરૂઆતી દિવસોમાં હળવો વરસાદ પડવાની શક્યતા, પણ છઠ્ઠા નોરતાથી પડશે ધમાકેદાર વરસાદ. ઓક્ટોબર મહિનાની શરૂઆત થતા જ લોકોના જીવ પડીકે બંધાયા છે. એક તરફ નવરાત્રિનો ઉત્સવ અને બીજી તરફ વરસાદની આગાહી. ઓક્ટોબર મહિનાની પહેલી તારીખથી જ વરસાદની આગાહી છે. હવામાન વિભાગના અપડેટ અનુસાર, આજે ગુજરાતમાં અનેક સ્થળોએ ભારે વરસાદની તથા કેટલાક સ્થળોએ મધ્યમ વરસાદની આગાહી છે. આ આગાહી સો ટકા નવરાત્રિનો તહેવાર બગાડશે. 

6/9
image

1 ઓક્ટોબરના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં તથા દીવમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ સાથે વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાત અને દક્ષિણમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. તો પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ખેડા, આણંદ, ભાવનગર, ભરૂચ, સુરત, વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

7/9
image

8 થી 10 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં વરસાદ પડી શકે છે. 10 થી 14 ઓક્ટોબર દરમિયાન અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ બનવાની શક્યતાઓ છે. જે વરસાદી સિસ્ટમ ચક્રવાતનું સ્વરૂપ પણ ધારણ કરી શકે છે. 28 ઓક્ટોબર સુધીમાં આ સાયકલોન ચક્રવાતમા રૂપાંતર થઈ શકે છે. ચક્રવાતની અસર સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં વરસાદના રૂપે જોવા મળી શકે છે.

8/9
image

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી એવું કહે છે કે 3 થી 5 ઓકટોબર દરમિયાન નવરાત્રિ દરમિયાન હસતા નક્ષત્રમાં ગાજવીજ અને પવન સાથે કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે.  9 થી 12 દરમિયાન ચિત્રા નક્ષત્રમાં કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા. તેમણે કહ્યું કે, શરદ પૂનમ પછી પણ હવામાનમાં ફેરફાર થતા રહેશે અને ક્યાંક ક્યાંક હળવો વરસાદ થવાની શક્યતા રહેશે. શરદ પૂનમથી દેવ દિવાળી સુધીના ભાગોમાં હવામાનમાં પલટા આવ્યા કરશે અને દરિયા ભારે પવન ફૂંકાશે. તારીખ 18, 19, 20 ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડું છે અને તારીખ 22 સુધીમાં રાજ્યના ભાગોમાં વાદળવાયુ વાતાવરણ થઈ શકે અને ક્યાંક માવઠું થવાની શક્યતા પણ રહી શકે છે.   

9/9
image

રાજ્યમાં વરસાદ અંગે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી એવું કહે છે કે, નવરાત્રિ દરમિયાન રાજ્યમાં વરસાદની શક્યતાઓ છે. સ્થાનિક વાતાવરણના કારણે બપોર બાદ રાજ્યના કોઈ કોઈ ભાગોમાં વરસાદ પડી શકે છે. 8 થી 10 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં વરસાદ પડી શકે છે. 10 થી 14 ઓક્ટોબર દરમિયાન અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ બનવાની શક્યતાઓ છે. જે વરસાદી સિસ્ટમ ચક્રવાતનું સ્વરૂપ પણ ધારણ કરી શકે છે. 28 ઓક્ટોબર સુધીમાં આ સાયકલોન ચક્રવાતમા રૂપાંતર થઈ શકે છે. ચક્રવાતની અસર સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં વરસાદના રૂપે જોવા મળી શકે છે.