સ્વરૂપમાન મહિલા તલાટી લાંચ લેતા રંગે હાથ ઝડપાયા, કર્યો હતો પૈસાનો મોટો ખેલ

નર્મદા દોશી/નર્મદા :નર્મદાના નાંદોદ તાલુકાના નરખડીના તલાટી નીતા પટેલ 1 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે. તલાટીના સહયોગી ગાંધીનગર ખાતે રહેતા હતા તેમણે આંગડિયા દ્વારા રૂપિયા જમા કરાવ્યા હતા. તે લેવા જતા તલાટી નીતા પટેલ અને સહયોગીને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા. પતરાના શેડવાળી ઓરડી અને ઘર નંબર ફાળવવા અને જરૂરી મંજૂરી મેળવવા માટે અરજદારે અરજી કરી હતી. આ ત્યારે આ કામ માટે નીતા પટેલે 1 લાખ રૂપિયાની માંગણી કરી હતી. તલાટી નીતા પટેલ અને તેમના સહયોગી મહેશભાઈ આહજોલિયા બંને આરોપીઓને ડિટેઈન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 
 

1/6

2/6
image

3/6
image

4/6
image

5/6
image

6/6
image