નર્મદામાં ફરી પૂરનું સંકટ ઉભું થયું! સીઝનમાં બીજીવાર નર્મદા ડેમ ઓવરફ્લો થયો, હાઈ એલર્ટ જાહેર

Narmada Dam Overflow : માત્ર 13 દિવસમાં સરદાર સરોવરના ફરી 9 દરવાજા ખોલાયા છે. ઉપરવાસના ભારે વરસાદને પગલે ડેમની સપાટી વધતાં નર્મદામાં પાણી છોડાયું છે. હાલ નદી મહત્તમ સપાટીથી ઓવરફ્લોથી 3.65 મીટર જ દૂર છે. મધ્યપ્રદેશમાંથી પાણીની આવક થતા નર્મદા ડેમના નવ દરવાજા ખોલાયા. ઉપરવાસમાં વરસાદ બાદ 1 લાખ 17 હજાર ક્યુસેક પાણીની આવક.... ડેમના 9 દરવાજા ખોલીને છોડાયું પાણી.. 
 

ઉપરવાસ મધ્યપ્રદેશમાં વધુ વરસાદ

1/8
image

ઉપરવાસ મધ્યપ્રદેશમાં વધુ વરસાદ પડવાના કારણે નર્મદા ડેમમાં પાણીની આવક વધી છે. જેને કારણે 5 દરવાજાની જગ્યાએ 9 દરવાજા ખોલીને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. 

ડેમમાં પાણીની આવક 117257 ક્યુસેક થઈ

2/8
image

નર્મદા ડેમમાં પાણીની આવક 117257 ક્યુસેક થઈ છે. નર્મદા ડેમની જળ સપાટી 135.03 મીટરે સ્થિર થઈ છે. નર્મદા ડેમની જળ સપાટીનું રૂલ લેવલ  જાળવવા માટે ગઈકાલ સાંજે 6 વાગ્યાથી નર્મદા ડેમના 9 દરવાજા ખોલવામાં આવ્યા છે. 

5 દરવાજાને બદલે ફરી 9 દરવાજા ખોલવામાં આવ્યા

3/8
image

આ વખતે નર્મદા ડેમના 5 દરવાજાને બદલે ફરી 9 દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમના 9 દરવાજામાંથી 50,000 ક્યુસેક પાણી નદી માં છોડવામાં આવી રહ્યું છે. જયારે આરબીપીએચમાંથી 43614 અને સીએચપીએચમાંથી 23370 ક્યુસેક પાણી કેનાલ અને નદીમાં  છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમમાંથી કુલ 116976 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે

નર્મદા નદી બે કાંઠે વહી રહી

4/8
image

હાલ ઉપરવાસમાંથી પાણી છોડાતા નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. આ કારણે નર્મદા, ભરૂચ અને વડોદરાના નર્મદા નદી કાંઠા વિસ્તારના લોકોને સાવધ કરાયા છે. 

ડેડીયાપાડા તાલુકાના ડુમખલ, કોકમ વિસ્તારમાં ભારે વરસાદ

5/8
image

તો બીજી તરફ, હવામાન વિભાગ દ્વારા નર્મદા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. નર્મદા જિલ્લામાં આજે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. ડેડીયાપાડા તાલુકાના ડુમખલ, કોકમ વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. આ વિસ્તારમાં ભારે વરસાદ પડવાના કારણે ડુમખલ કોકમ ગામ વચ્ચે આવેલ પુલ પરથી પાણી વહી રહ્યું છે. પુલ પરથી પાણી વહેતુ હોવાના કારણે બંને ગામ વચ્ચેનો સંપર્ક તૂટી ચુક્યો છે. પાણી ઉતારવાની જોઈને પુલની સામે પાર લોકો ઉભેલા દેખાઈ રહ્યા છે.

નાના કાકડીઆંબા અને ચોપડવાવ ડેમ ઓવરફ્લો

6/8
image

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં નાના કાકડીઆંબા અને ચોપડવાવ ડેમ ઓવરફ્લો થયા છે. જેના કારણે નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. કાકડીઆંબા ડેમની સપાટી 187.45 મીટર નોંધાઈ હતી, જે પાંચ સે.મી.થી ઓવરફ્લો થયો છે. ચોપડવાવ ડેમની સપાટી 187.45 મીટર નોંધાઈ હતી.

રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદી માહોલ.. 

7/8
image

રાજ્યમાં આજે 110થી વધુ તાલુકામાં વરસાદ.... સૌથી વધુ મહેસાણાના વીજાપુરમાં વરસ્યો સવા 8 ઈંચ.... ખેડાના કપડવંજમાં વરસ્યો 5 ઈંચ વરસાદ.... ગાંધીનગરના માણસામાં 4.5, દહેગામમાં સવા 3 ઈંચ..... છોટાઉદેપુરમાં વરસ્યો 3.5 ઈંચ વરસાદ... સુરતના ઉમરપાડામાં 3, ઉમરગામમાં 2.5 ઈંચ વરસાદ... પાવી જેતપુર, સોનગઢ તાલુકામાં 2.5 ઈંચ વરસાદ... ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં વરસ્યો વરસાદ... મધ્ય ગુજરાતમાં ખેડા, અમદાવાદ, આણંદમાં પણ વરસાદ....

રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે જળાશયોમાં પાણીની આવક... 

8/8
image

રાજ્યના ૨૦૬ જળાશયોમાં ૬૪ ટકા જળ સંગ્રહ, રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૮૮ ટકા જળ સંગ્રહ, રાજ્યના ૬૬ જળાશયો હાઈ એલર્ટ પર મુકાયા, રાજ્યના ૧૭ ડેમ એલર્ટ પર તો ૧૧ વોર્નિંગ પર મુકાયા, રાજ્યભરમાં ૫૨ ડેમ ૧૦૦ ટકા ભરાયા  રાજ્યના ૪૨ ડેમ ૭૦થી ૧૦૦ ટકા ભરાયા, રાજ્યના ૨૩ ડેમ ૫૦થી ૭૦ ટકા ભરાયા