મહેલ જેવું છે નીતા અંબાણીનું ઘર એન્ટિલિયા, બંકિંઘમ પેલેસ પછી દુનિયાનું બીજું સૌથી મોંઘુ ઘર

Nita Mukesh Ambani: મુકેશ અંબાણીના ઘરની ચર્ચા દેશ-વિદેશમાં થાય છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણી નું ઘર એન્ટિલિયા છે જે ભારતના સૌથી ચર્ચિત અને મોંઘા ઘરમાંથી એક છે. જોકે માત્ર ભારતનું જ નહીં પરંતુ એન્ટિલિયા દુનિયાનું બીજા ક્રમનું સૌથી મોંઘુ ઘર છે. પહેલા ક્રમ ઉપર બંકિઘમ પેલેસ આવે છે જે દુનિયાનો સૌથી મોંઘુ ઘર છે ત્યાર પછી મુંબઈના અલ્ટામાઉન્ટ રોડ પર આવેલું એન્ટિલિયા આવે છે. એન્ટિલિયા 4,532 વર્ગ મીટર માં ફેલાયેલું છે.

1/5
image

મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાનું નામ પરથી ફેન્ટમ આયલેન્ડ પરથી રાખવામાં આવ્યું છે જે એટલાન્ટિક મહાસાગરમાં આવેલું છે. એન્ટિલિયા દક્ષિણ મુંબઈમાં કેન્દ્રસ્થાને આવેલું છે જેમાં 27 માળ છે. એન્ટિલિયામાં 600 સભ્યોનો સ્ટાફ ઘરની દેખરેખ માટે કામ કરે છે. આ ઘરમાં ત્રણ હેલીપેડ છે. 

2/5
image

એન્ટિલિયાને બનવામાં બે વર્ષનો સમય લાગ્યો હતો. તેનું નિર્માણ વર્ષ 2008 માં શરૂ થયું અને 2010માં એન્ટિલિયા બનીને તૈયાર થઈ ગયું. ઘરમાં અલગથી એન્ટરટેનમેન્ટ સ્પેસ, ગ્રાન્ડ ટેરેસ, ભવ્ય રૂમ સાથે કાર પાર્કિંગ માટે છ અલગ માળની વ્યવસ્થા રાખવામાં આવી છે. એન્ટિલિયામાં યોગ કેન્દ્ર, ડાન્સ સ્ટુડિયો, સ્પા અને સ્વિમિંગ પૂલ પણ છે.

3/5
image

દુનિયાના મોંઘા ઘરની વાત કરીએ તો બંકીંઘમ પેલેસ પછી એન્ટીલ્યાનું નામ આવે છે. આ દુનિયાનું બીજા ક્રમનું સૌથી મોંઘુ ઘર છે. એન્ટીલિયા પહેલા અંબાણી પરિવાર મુંબઈના સી વિંડમાં 14 માળના ઘરમાં રહેતો હતો. આ ઘરને ઓસ્ટ્રેલિયા આધારિત કન્સ્ટ્રક્શન કંપની લીટન હોલ્ડિંગસે ડિઝાઇન કર્યું છે.

4/5
image

ફોક્સ અનુસાર અંબાણી પરિવારના આ ઘરનો ખર્ચ લગભગ એક થી બે મિલિયન અમેરિકી ડોલર છે. જે 6 કરોડથી 12 હજાર કરોડ રૂપિયાની વચ્ચે છે.

5/5
image

એન્ટિલિયા એટલું મોટું છે કે તેની અંદર કુલ 9 લિફ્ટ રાખવામાં આવી છે. હાલ આ શાનદાર ઘરમાં મુકેશ અંબાણી પોતાના પરિવાર સાથે રહે છે પરંતુ તે પહેલા અનિલ અંબાણી પણ તેની સાથે રહેતા હતા.