Anant Ambani Wedding: પુત્રવધૂ રાધિકા આવતાની સાથે જ મુકેશ અંબાણીને ₹10,000 કરોડની લોટરી લાગી, અમીરોની યાદીમાં લગાવી છલાંગ
અંબાણી પરિવારમાં જશ્નનો માહોલ છે. મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અને રાધિકાના લગ્ન બાદ આજે રિસેપ્શનનું આયોજન છે. મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટરમાં અંબાણી પરિવારના જશ્નમાં દેશ-દુનિયાના મહેમાન પહોંચી રહ્યાં છે.
અનંત-રાધિકાના લગ્ન
Anant Ambani-Radhika wedding: અંબાણી પરિવારમાં જશ્નનો માહોલ છે. મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્ર અનંતના લગ્ન રાધિકા સાથે થઈ ગયા છે. હવે આજે જિયો વર્લ્ડ સેન્ટરમાં રિસેપ્શન યોજાશે. ગઈકાલે શુભ આશીર્વાદ સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં દેશ-વિદેશના અનેક લોકોએ હાજરી આપી હતી. મીડિયા રિપોર્ટ્સનું અનુમાન છે કે અનંત-રાધિકાના લગ્ન પર 5000 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. ઘણા લોકોએ લગ્નમાં આટલા ખર્ચની આલોચના કરી, પરંતુ પુત્રવધૂ રાધિકાના પગલા પડતા મુકેશ અંબાણીની સંપત્તિમાં જોરદાર વધારો થયો છે.
અનંત-રાધિકાના લગ્નમાં 5000 કરોડ રૂપિયા ખર્ચાયા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અનંત અને રાધિકાના લગ્ન વિશ્વના સૌથી મોંઘા લગ્ન છે. અંબાણી પરિવારે આ લગ્નમાં લગભગ 5000 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે, આ લગ્નમાં દુનિયાભરના ટોચના સ્ટાર્સે પરફોર્મ કર્યું હતું. અંબાણીના લગ્નમાં બોલિવૂડ, રાજકારણ, વેપાર, રમતગમત, ધર્મ, આધ્યાત્મિકતા અને સાહિત્યની હસ્તીઓએ હાજરી આપી હતી. આ ભવ્ય લગ્નની તૈયારીઓ 6 મહિનાથી ચાલી રહી હતી. લગ્નના ખર્ચને લઈને પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા, પરંતુ તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણીએ પોતાની કુલ સંપત્તિનો માત્ર 0.5 ટકા જ ખર્ચ કર્યો છે. હા, જેટલી રકમ તેઓ લગભગ 1 કલાકમાં કમાય છે. લગ્નમાં ખર્ચ કરવા છતાં તેમની સંપત્તિમાં ઘણો વધારો થયો છે. પુત્રવધૂ રાધિકાએ પગ મૂકતાંની સાથે જ મુકેશ અંબાણીની સંપત્તિમાં વધારો થયો હતો.
મુકેશ અંબાણીની સંપત્તિમાં વધારો
અનંત અને રાધિકાના લગ્ન એટલે કે 12 જુલાઈ શુક્રવારે સપ્તાહના અંતિમ કારોબારી દિવસ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં તેજી જોવા મળી હતી. આ દિવસે કંપનીના શેર એક ટકા વધી ગયા હતા. જેનાથી મુકેશ અંબાણીની સંપત્તિમાં વધારો થયો છે.
ધનીકોના લિસ્ટમાં મુકેશ અંબાણીની છલાંગ
બ્લૂમબર્ગ બિલિનેયર ઈન્ડેક્સ પ્રમાણે જે દિવસે અનંત અને રાધિકાના લગ્ન હતા, અંબાણીની નેટ વર્ષ તે દિવસે 1.21 અબજ ડોલર એટલે કે આશરે 1,01,05,84,13,500 રૂપિયા વધી ગઈ છે. આ વધારા સાથે બ્લૂબર્ગ બિલેનિયર્સના લિસ્ટમાં મુકેશ અંબાણી 11માં સ્થાને પહોંચી ગયા છે. મુકેશ અંબાણીની સંપત્તિ વધી 121 અબજ ડોલર પહોંચી ગઈ છે. વર્ષ 2024માં તેમની સંપત્તિ અત્યાર સુધી 24.2 અબજ ડોલર વધી છે.
અનંત અંબાણી રિસેપ્શન
લગ્ન-આશીર્વાદ સમારોહ બાદ આજે અનંત-રાધિકાનું વેડિંગ રિસેપ્શન છે. આજના ફંક્શનમાં ફરી સિતારાઓનો મેળા લાગશે. છેલ્લા ત્રણ દિવસથી અનંત અને રાધિકાના લગ્નના ફંક્શન ચાલી રહ્યાં છે. 13 જુલાઈએ આશીર્વાદ સમારોહમાં પીએમ મોદી પણ પહોંચ્યા હતા. અનંત અને રાધિકાએ પીએમ મોદીને પગે લાગી તેમના આશીર્વાદ લીધા હતા. આ સિવાય અનેક દેશી અને વિદેશી મહેમાનોએ પણ હાજરી આપી હતી.
Trending Photos