ક્રિકેટ રેકોર્ડ 2018: વનડેમાં સૌથી વધુ રન બનાવનાર ટોપ 10 બેટ્સમેન

2017ની જેમ 2018મા પણ એકદિવસીય ક્રિકેટમાં ભારતની બેટ્સમેનોની બોલબાલા રહી છે. ગત વર્ષે એકદિવસીય આંતરરાષ્ટ્રીયમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ સૌથી વધુ 1460 રન બનાવ્યા હતા અને બીજા સ્થાને 1293 રનોની સાથે રોહિત શર્મા હતા. આ વર્ષએ પણ સૌથી વધુ રન બનાવનારા ટોપ-2 બેટ્સમેનોમાં કોઈ ફેરફાર થયો નથી અને પ્રથમ સ્થાને વિરાટ કોહલી અને બીજા સ્થાન પર રોહિત શર્મા છે. 

2018મા એકદિવસીય આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની વાત કરીએ તો વિરાટ કોહલી રોહિત સિવાય ટોપ-10મા ભારતીય ઓપનર શિખર ધવન પણ હાજર છે. 
 

વિરાટ કોહલી (ભારત), 1202 રન

1/10
image

ભારતીય ટીમનો કેપ્ટન દર વર્ષે રન બનાવવાના મામલે બધાથી આગળ હોય છે. તેણે પોતાનું આ ફોર્મ 2018મા પણ જાળવી રાખ્યું હતું. તેણે માત્ર 14 મેચ રમીને 1202 રન બનાવ્યા, જેમાં તેની એવરેજ 133.55ની રહી છે. તોહલીએ 2018મા 6 સદી અને ત્રણ અડધી સદી ફટકારી છે. તેનો સર્વોચ્ચ સ્કોર 160* રહ્યો છે. 

રોહિત શર્મા (ભારત), 1030 રન

2/10
image

ભારતીય ટીમના દિગ્ગજ ઓપનર રોહિત શર્મા માટે 2018નું વર્ષ શાનદાર રહ્યું છે. તે સૌથી વધુ રન બનાવવાના મામલે બીજા સ્થાને છે. રોહિતે 19 મેચોમાં 73.57ની એવરેજથી પાંચ સદી અને ત્રણ અડધી સદી સાથે 1030 રન બનાવ્યા છે. તેનો સર્વોચ્ચ સ્કોર 162 રન રહ્યો છે. 

જોની બેયરસ્ટો (ઈંગ્લેન્ડ), 1025 રન

3/10
image

ઈંગ્લેન્ડના વિકેટકીપર બેટ્સમેન જોની બેયરસ્ટો આ વખતે શાનદાર ફોર્મમાં રહ્યો છે. તે સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં ત્રીજા સ્થાન પર છે. તેણે 22 મેચોમાં 46.59ની એવરેજથી ચાર સદી અને બે અડધી સદીની મદદથી 1025 રન બનાવ્યા છે. તેનો સર્વાધિક સ્કોર 139 રન રહ્યો છે. 

જો રૂટ (ઈઁગ્લેન્ડ), 946 રન

4/10
image

ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન જો રૂટ માટે પણ આ વર્ષે સારૂ રહ્યું છે અને તે સૌથી વધુ રન બનાવવાના મામલે ચોથા સ્થાન પર છે. રૂટે 24 મેચોમાં 59.12ની એવરેજથી 946 રન બનાવ્યા છે. જેમાં ત્રણ સદી અને પાંચ અડધી સદીનો સમાવેશ થાય છે. 

બ્રેન્ડન ટેલર (ઝિમ્બાબ્વે), 898 રન

5/10
image

ઝિમ્બાબ્વેના પૂર્વ કેપ્ટન બ્રેન્ડન ટેલરનું ફોર્મ આ વર્ષે શાનદા રહ્યું અને સૌથી વધુ રન બનાવવાના મામલે તે બેટ્સમેનોની યાદીમાં પાંચમાં સ્થાને છે. ટેલરે 21 મોચમાં 42.76ની એવરેજથી બે સદી અને ચાર અડધી સદી સાથે 898 રન બનાવ્યા, જેમાં તેનો સર્વાધિક સ્કોર 138 રન રહ્યો છે. 

શિખર ધવન (ભારત), 897 રન

6/10
image

ભારતીય ટીમનો આક્રમક ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન વર્ષ 2018મા સૌથી વધુ રન બનાવવાના મામલે છઠ્ઠા સ્થાન પર રહ્યો છે. તેણે 19 મેચોમાં 49.83ની એવરેજથી ત્રણ સદી અને બે અડધી સદીની મદદથી 897 રન બનાવ્યા છે. તેનો સર્વોચ્ચ સ્કોર 127 રન રહ્યો છે. (photo: PTI)

જેસન રોય (ઈંગ્લેન્ડ), 894 રન

7/10
image

ઈંગ્લેન્ડનો ઓપનર જેસન રોય આ વર્ષે સૌથી વધુ રન બનાવવાના મામલે સાતમાં સ્થાને છે. તેણે 22 મેચોમાં 3 સદી અને એક અડધી સદીની મદદથી 894 રન બનાવ્યા છે. તેનો સર્વાધિક સ્કોર 180 રન અને એવરેજ 40.63ની રહી છે. 

ફખર જમાન (પાકિસ્તાન), 875 રન

8/10
image

પાકિસ્તાનના ઓપનર ફખર જમાનનું ફોર્મ આ વર્ષે શાનદાર રહ્યું અને એકદિવસીય આંતરરાષ્ટ્રીયમાં બેવડી સદી ફટકારનાર તે પોતાનો દેશનો પ્રથમ બેટ્સમેન બન્યો હતો. તેણે 2018મા 17 મચોમાં બે સદી અને 6 અડધી સદીની મદદથી 875 રન બનાવ્યા છે. તેનો સર્વાધિક સ્કોર 210 રહ્યો અને એવરેજ 67.30ની રહી છે. 

શાઈ હોપ (વેસ્ટઈન્ડિઝ), 875 રન

9/10
image

વેસ્ટઈન્ડિઝના વિકેટકીપર બેટ્સમેન શાઈ હોપે આ વર્ષના અંતમાં ભારત અને બાંગ્લાદેશના પ્રવાસ પર શાનદાર બેટિંગ પ્રદર્શન કર્યું અને તે આ વર્ષે રન બનાવવાના મામલામાં નવમાં સ્થાન પર છે. હોપે 18 મેચોમાં ત્રણ સદી અને ત્રણ અડધી સદીની મદદથી 875 રન બનાવ્યા, જેમાં તેનો સર્વાધિક સ્કોર 146* અને એવરેજ 67.30ની રહી છે. (photo: PTI)

મુશફીકુર રહીમ (બાંગ્લાદેશ), 770 રન

10/10
image

બાંગ્લાદેશના મુશફીકુર રહીમ 2018મા સૌથી વધુ રન બનાવવાના મામલે 10મા સ્થાન પર છે. રહીમે આ વર્ષે 19 મેચોમાં એક સદી અને પાંચ અડધી સદીની મદદથી 770 રન બનાવ્યા, જેમાં તેનો સર્વાધિક સ્કોર 144 રહ્યો અને તેની એવરેજ 55ની રહી છે.