આ 6 અભિનેત્રીના વાયરલ MMS ને આજ સુધી નથી ભુલી શક્યું કોઈ, કરીનાના વીડિયોએ તો લગાવી હતી આગ

MMS Controversy of Actresses: બોલીવુડમાં જે રીતે કેટલાક સ્ટાર્સ રાતોરાત ચમકી જાય છે. તેમ એક ઝટકામાં બદનામ પણ થઈ જાય છે. ખાસ કરીને અભિનેત્રીઓને ફિલ્મી દુનિયામાં નામ કમાતા વર્ષો લાગે છે પણ બદનામ થવામાં એક એમએમએસ વાયરલ થવાની જ વાર હોય છે... બોલીવુડમાં 6 અભિનેત્રીઓ એવી છે જે આવા વિવાદોનો શિકાર બની ચુકી છે. બોલીવુડની આ 6 અભિનેત્રીઓ એક  સમયે MMS વાયરલ થવાના કારણે વિવાદમાં ફસાઈ હતી.

પ્રીતિ ઝિન્ટા

1/6
image

અભિનેત્રી પ્રીતિ ઝિંટાને બદનામ કરવા માટે એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં બાથરુમમાં નહાતી યુવતીને પ્રીતિ ઝિન્ટા તરીકે દેખાડવામાં આવી હતી. પરંતુ અભિનેત્રીએ અનેક પુરાવાઓ સાથે સાબિત કર્યું હતું કે વીડિયોમાં તે નથી. 

મોના સિંહ

2/6
image

વર્ષ 2013માં મોના સિંહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. મોનાએ પણ આ મુદ્દે  સ્પષ્ટતા કરી હતી કે આ ક્લિપ ખોટી છે અને તેમાં તેનો ચહેરો એડિટ કરવામાં આવ્યો છે. અભિનેત્રીએ આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી.  

રિયા સેન

3/6
image

વર્ષ 2005માં અભિનેત્રી રિયા સેનનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તે અશ્મિત પટેલ સાથે જોવા મળી હતી. આ વીડિયો કોઈ અજાણ્યા સોર્સથી લીક થયો હતો.

કરીના કપૂર

4/6
image

બોલીવુડનો આ સૌથી ચર્ચાસ્પદ એમએમએસ હતો.  શાહિદ કપૂર સાથે કરીના કપૂરની એક ક્લિપ વર્ષ 2004માં વાયરલ થઈ હતી. જે ક્લિપને લઈને સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં હોબાળો મચી ગયો હતો. આ ક્લિપ વારંવાર જોવાઈ હતી. જો કે આજ સુધી એ સાબિત થયું નથી કે આ ક્લિપ સાચી હતી કે ખોટી.

મલ્લિકા શેરાવત

5/6
image

આવા વિવાદમાં અભિનેત્રી મલ્લિકા શેરાવતનું નામ પણ ચર્ચામાં આવ્યું હતું.  વર્ષ 2000માં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેને લઈ અભિનેત્રીએ સાયબર ક્રાઈમ સેલ અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની મદદ લેવી પડી હતી.

મનીષા કોઈરાલા

6/6
image

અભિનેત્રી મનીષા કોઈરાલાને બદનામ કરવા માટે પણ એક નકલી ક્લિપ વાયરલ કરવામાં આવી હતી. જે પણ ચર્ચાનો વિષય બની હતી.