ન્યૂક્લિયર વેપન્સ નહીં પરંતુ સ્પેસમાં ભારતીય સેનાની નોકથી ગભરાયું PAK, 'નવા ખતરો' અંગે કરી રહ્યું છે બેઠક
ચિંતામાં પાકિસ્તાન
ઇસ્લામાબાદ: પાકિસ્તાનના પરમાણુ પરિક્ષણના 23 વર્ષ પૂર્ણ થયા. પાકિસ્તાને ભારતના પરમાણુ પરિક્ષણના જવાબમાં પાકિસ્તાને આ વિસ્ફોટો કર્યા હતા. અને આજે પાકિસ્તાન પાસે ભારત કરતા વધારે પરમાણુ શસ્ત્રો છે. ભલે પાકિસ્તાન પરમાણુ શસ્ત્રોના મામલે ભારત સાથે હરીફાઈ કરી રહ્યું છે, પરંતુ તે સ્પેસના મામલે ભારતની પાછળ છે અને આ કારણે પાકિસ્તાનના કર્તાધર્તા ઘણી વાર ચીડાય છે.
સ્પેસમાં ભારતની મજબૂત દખલ
ભારત અવકાશ ક્ષેત્રમાં દુનિયાની પ્રમુખ શક્તી છે. જેના કારણે પાકિસ્તાનની અંદર હંમેશા અસલામતીની લાગણી જોવા મળી રહી છે. હવે જ્યારે પાકિસ્તાનના પરમાણુ પરીક્ષણોના 23 વર્ષ પૂરા થયા છે, ત્યારે પાકિસ્તાનના ટોચના વૈજ્ઞાનિકોએ એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો, જ્યાં તેમની ચિંતા સ્પષ્ટ બહાર આવી હતી.
ચર્ચાનું આયોજન
પાકિસ્તાનની અગ્રણી મીડિયા સંસ્થા ડોન અનુસાર ‘Pakistan’s Quest for Peace and Strategic Stability in South Asia’ નામની ચર્ચા યોજવામાં આવી હતી, જેમાં વ્યૂહરચનાત્મક યોજના વિભાગના સલાહકાર જમીર અકરમ અને વિદેશ કાર્યાલયમાં મહાનિદેશક શસ્ત્ર નિયંત્રણ અને નિરસ્ત્રીકરણ કામરાન અખ્તરે ભાગ લીધો હતો. આ ચર્ચામાં ભારતને લઈને પાકિસ્તાનની પડકારો પર ચર્ચા કરવામાં આવી હતી.
ભારતથી પાછળ હોવાને કારણે ચિંતિત પાકિસ્તાન
આ કાર્યક્રમમાં પાકિસ્તાની અધિકારીઓએ ભારત દ્વારા સ્પેસ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના (Artificial Intelligence) સૈન્યકરણને પાકિસ્તાનની (Pakistan) સુરક્ષા માટે 'ઉભરતો ખતરો' ગણાવ્યું હતું. આ ચર્ચા દરમિયાન પેનલિસ્ટોએ ક્ષેત્રની 'નબળી' વ્યૂહાત્મક સ્થિરતા અને ભારતની આક્રમક મુદ્રા વિશે તેમની ચિંતાઓને પુનરાવર્તિત કરી.
પાકિસ્તાન ઘણું પાછળ
ચર્ચામાં પેનલિસ્ટોએ પાકિસ્તાન સામે ઉભરતા પડકારો પર ભાર મૂક્યો હતો, જેને હવે અવગણી શકાય નહીં. રાજદૂત અકરમે ઉલ્લેખ કર્યો છે કે, ભારત યુએસના ટેકાથી તેના શસ્ત્રાગારમાં નવી યુદ્ધવિન્યાસ તકનીકો- સાયબર લડાઇ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ, રોબોટિક્સ અને ઘાતક સ્વાયત્ત હથિયારોને એકીકૃત કરવાનું કામ કરી રહ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે પાકિસ્તાને આ વિકાસનો જવાબ આપવો પડશે અને તે ખુશ ન રહી શકે. પેનલિસ્ટ્સે જણાવ્યું હતું કે સરકાર આ મુદ્દાઓ અંગે ચિંતિત છે અને વ્યૂહરચનાઓ અંગેની બેઠકો દ્વારા વારંવાર ચર્ચા કરવામાં આવે છે.
Trending Photos