ધ્રુજવા માંડશે નવરાત્રિ આયોજકોના પગ! નિહાકો નાંખે એવી અંબાલાલ પટેલની ઘાતક આગાહી

Ambalal Patel Monsoon Prediction: ગુજરાતમાં ચોમાસા લગભગ વિદાય થવાનું હોય તેવું વાતાવરણ સર્જાયું છે. ભાદરવાનો તાપ શરૂ થયો છે. ગરમીનો પારો સતત વધી રહ્યો છે. જેથી લોકોને ઉનાળાના આરંભ જેવી ગરમીનો અનુભવ થવા માંડ્યો છે. 

1/10
image

વરસાદ નહીં પડવાના કારણે રાજ્યભરમાં ભાદરવાની ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. જ્યારે રાત્રીના સમયે આછી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. ત્યારે હવે વરસાદ ક્યારે આવશે તેની લોકો કાગડોળે રાહ જોઈ રહ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સપ્ટેમ્બરમાં વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી કરી દીધી છે. તેમણે આગાહી કરી કે, વરસાદ તો આવશે જ, સાથે વાવાઝોડું પણ આવશે.

2/10
image

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે સપ્ટેમ્બર મહિનામાં અષાઢી માહોલ જામશે. અષાઢમાં જેવી રીતે અનરાધાર વરસાદ વરસ્યો તેવી જ રીતે સપ્ટેમ્બરમાં પણ વરસાદ વરસશે. બંગાળના ઉપસાગરની સિસ્ટમ સક્રિય થઈ હોવાથી પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે. 22 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી રાજ્યમાં ફરી વરસાદનો રાઉન્ડ આવી શકે છે. આ વરસાદ નવરાત્રિના શરૂઆતી દિવસોની મજા બગાડી શકે છે. અંબાલાલની આગાહી પ્રમાણે હજુ રાજ્યમાંથી ચોમાસાએ વિદાય લીધી નથી.   

3/10
image

બંગાળ ઉપસાગરમાં સક્રિય સિસ્ટમથી રાજ્યમાં લો પ્રેશરની સિસ્ટમ બનશે જેને કારણે 11 સપ્ટેમ્બરથી રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે, જેમાં ખાસ કરીને મધ્ય-પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. આ સાથે પંચમહાલ, બનાસકાંઠા, મહેસાણા, પાટણમાં વરસાદની શક્યતા છે. ઉતર ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદની આગાહી છે.  

4/10
image

હાવ ગુજરાતમાં ભાદરવાનો તાપ વરસી રહ્યો છે અને વરસાદ ગાયબ થયો છે. ત્યારે લોકો ચર્ચા કરી રહ્યાં છે કે ચોમાસાની વિદાય થઈ ગઈ છે અને હવે વરસાદ નહિ આવે. ત્યારે આગાહીકાર પરેશ ગોસ્વામીએ આગાહી કરી કે, રાજ્યમાં હજુ ચોમાસાની વિદાય નથી થઈ. સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં વરસાદનો એક રાઉન્ડ આવવાની શક્યતા છે.   

5/10
image

અંબાલાલ પટેલે કહ્યું કે, રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી ઝાપટા પડતા ગ્રહોના જળદાયક નક્ષત્ર નાડીના યોગને જોતા 19 થી 22 સપ્ટેમ્બરના રાજ્યમાં વરસાદી ઝાપટા વધી શકે છે. 26 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યમાં વરસાદી ઝાપટા રહેશે. આ સમયે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટા રહી શકે છે. 16 મી સપ્ટેમ્બરે બનેલી સિસ્ટમ 18 સપ્ટેમ્બર આસપાસ ઉત્તર પશ્ચિમ ભારત તરફ આગળ વધશે. 

6/10
image

ચોમાસાના વિદાય અંગે અંબાલાલે કહ્યું કે, 17 સપ્ટેમ્બર આસપાસ રાજસ્થાનના ભાગોમાં ચોમાસું વિદાય લેશે. જેથી તેના પશ્ચિમી પવનોનું જોર વધતા પૂર્વના પવનોને પાછળ ધકેલે છે. આ વર્ષે ગુજરાતમાં ચોમાસુ મોડું વિદાય લેશે. 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. આ સમયે પૂર્વનો પવન ફૂંકાશે. 10 થી 13 ઓક્ટોબર આસપાસ બંગળાના ઉપસગારમાં ચક્રવાતની શક્યતા છે.   

7/10
image

સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો હતો. પરંતું બાદમાં પાકિસ્તાનમાં બનેલુ સાઇક્લોન ગુજરાત તરફ ન આવતા ત્રીજા અને ચોથા અઠવાડિયામાં વરસાદ જોવા મળ્યો નથી. હાલ તાપમાન 10 સપ્ટેમ્બરથી ઉંચુ આવ્યુ છે. 30 ડિગ્રીથી વધીને 32થી 35 ડિગ્રી અલગ અલગ વિસ્તારમાં નોંધાયું છે. પવનની ગતિમાં પણ વધારો જોવા મળ્યો છે. 

8/10
image

બંગાળની ખાડીમાં સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં એક સિસ્ટમ સક્રિય થશે. આ સિસ્ટમ ગુજરાત પરથી પસાર થાય તેવી શક્યતા છે. 24 સપ્ટેમ્બરની આસપાસ રાજ્યમાં વરસાદનો રાઉન્ડ ચાલુ થશે. 4થી 5 દિવસ ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદ થાય તેવી શક્યતા છે. 

9/10
image

તો આગાહીકારે આ વર્ષના શિયાળા માટે પણ ચોંકાવનારી આગાહી કરી છે. તેમણે કહ્યું કે, આ વખતે શિયાળો વહેલો શરૂ થશે. અલ નીનોની અસરના કારણે ભારત આસપાસનો દરિયો વધુ ઠંડો રહેશે. જેને કારણે 3 ડિસેમ્બરથી રાજ્યભરમાં ઠંડીનો કહેર વર્તાશે. 22 ડિસેમ્બરથી ઠંડીનો પ્રકોપ વધશે. આ વર્ષનો શિયાળો લાંબો પણ રહેશે. 

10/10
image

હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે, આગામી 7 દિવસ ભારે વરસાદની સંભાવના નહિવત્ છે. માત્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવા વરસાદની સંભાવના છે. ધીરે ધીરે હવે વરસાદીની ગતિ ધીમી પડશે. રાજ્યમાં હાલ કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી છે. રાજ્યમાં ભેજનું પ્રમાણ વધતાં બફારો અનુભવાય છે.