બે દિવસ શાંત...પછી ધોધમાર! વધુ એક સિસ્ટમ શું ગુજરાતને કરશે તહસનહસ! અંબાલાલનો ધડાકો!
Ambalal Patel Prediction: અંબાલાલ પટેલે કહ્યું કે આગામી 2 ઓગસ્ટથી સૂર્ય આશ્વલેષા નક્ષત્રમાં પ્રવેશ કરશે. આશ્વલેષા નક્ષત્રમાં સૂર્ય આવશે એટલે વરસાદ યથાવત રહેશે. અંબાલાલ પટેલે કહ્યું કે 3 ઓગસ્ટથી 10 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદની શક્યતા છે. 6-7 ઓગસ્ટે મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ આવી શકે છે.
ચાર દિવસ બાદ ગુજરાતમાં ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ થશે. હવામાન આગાહીકાર અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. મધ્ય ગુજરાતમાં વરસાદી ઝાપટાની શક્યતા વ્યક્ત કરાઈ છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે. ત્રણથી પાંચ ઓગસ્ટ દરમિયાન સારા વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં આજે ગાજવીજ સાથે વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે સર્જાયુ સાયક્લોનિક સર્ક્યુલેશન...45 કિલોમીટર પ્રતિ કલાકે ફૂંકાશે પવન...હવામાન વિભાગની 3 કલાક માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. નાઉકસ્ટે જાહેર કરી છે ભારે વરસાદની આગાહી. રાજ્યમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, ખેરા, આણંદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ સાથે જ ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દીવ, દમણ, દાદર અને નગર હવેલીમાં વરસાદની આગાહી કરાઈ છે.
ચોમાસાની ધરી સરકી ઉત્તર પૂર્વિય ભાગોમાં જશે
અંબાલાલ પટેલે કહ્યું કે આગામી 2 ઓગસ્ટથી સૂર્ય આશ્વલેષા નક્ષત્રમાં પ્રવેશ કરશે. આશ્વલેષા નક્ષત્રમાં સૂર્ય આવશે એટલે વરસાદ યથાવત રહેશે. અંબાલાલ પટેલે કહ્યું કે 3 ઓગસ્ટથી 10 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદની શક્યતા છે. 6-7 ઓગસ્ટે મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ આવી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલે કહ્યું કે ચોમાસાની ધરી સરકી ઉત્તર-પૂર્વિય ભાગોમાં જશે. ઓગસ્ટમાં વરસાદ પૂર્વ ભારત, મધ્ય પ્રદેશ, બિહાર, આસામ અને દક્ષિણ ભારત તરફ રહેશે. તેમણે કહ્યું કે આ દરમિયાન ગુજરાતમાં વરસાદી ઝાપટાં આવી શકે.
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
અંબાલાલ પટેલે આગળ જણાવ્યું કે 3-4 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. તાપી, નર્મદાના જળસ્તરમાં વધારો થશે. નદીઓમાં પૂર પણ આવી શકે છે. બુધ, શુક્રના યોગને કારણે દેશમાં વરસાદની સ્થિતિ સારી રહી શકે. તેમણે કહ્યું કે મધ્ય પ્રદેશની સાથે ગુજરાતના ભાગોમાં પણ વરસાદ આવી શકે છે. અંબાલાલ પટેલે કહ્યું કે 13થી 15 ઓગસ્ટ મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે. જ્યારે 16થી 22 ઓગસ્ટ ગુજરાતમાં વરસાદ આવી શકે છે. અંબાલાલે કહ્યું કે દક્ષિણ ગુજરાત, ઉત્તર મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે.
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે
અંબાલાલ પટેલે આગળ જણાવ્યું કે 3-4 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. તાપી, નર્મદાના જળસ્તરમાં વધારો થશે. નદીઓમાં પૂર પણ આવી શકે છે. બુધ, શુક્રના યોગને કારણે દેશમાં વરસાદની સ્થિતિ સારી રહી શકે. તેમણે કહ્યું કે મધ્ય પ્રદેશની સાથે ગુજરાતના ભાગોમાં પણ વરસાદ આવી શકે છે.
અંબાલાલ પટેલે કહ્યું કે 13થી 15 ઓગસ્ટ મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે. જ્યારે 16થી 22 ઓગસ્ટ ગુજરાતમાં વરસાદ આવી શકે છે. અંબાલાલે કહ્યું કે દક્ષિણ ગુજરાત, ઉત્તર મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે.
તો 23 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદી ઝાપટાં પડશે. રાજ્યમાં 26થી 30 ઓગસ્ટ સુધી વરસાદી ઝાપટાંની આગાહી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે 16 ઓગસ્ટે મગધ નક્ષત્રમાં સૂર્ય આવતા સારો વરસાદ થશે. 17 ઓગસ્ટથી મચ્છર-માખીઓનું જોર વધતા રોગચાળો ન ફેલાય તેની કાળજી પણ લેવી. તેમણે કહ્યું કે વિષમ હવામાનની વિપરીત અસર ઉભી થાય તો કૃષા પાકોમાં રોગો આવી શકે છે.
અંબાલાલ પટેલે કહ્યું કે, ૧૧-૧૨ ઓગસ્ટ ગુજરાતના ભાગોમાં વરસાદ આવી શકે છે. ૧૩ થી ૧૫ ઓગસ્ટ મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ આવી શકે છે. ૧૬ થી ૨૨ ઓગસ્ટમાં ગુજરાતમાં ફરી વરસાદનો વધુ એક રાઉન્ડ આવી શકે છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર મધ્ય ગુજરાતમાં આ દિવસોમાં વરસાદ આવી શકે છે. તો ૨૩ ઓગસ્ટથી વરસાદી ઝાપટા રાજ્યમાં પડશે. ૨૬ થી ૩૦ ઓગસ્ટમાં વરસાદી ઝાપટા આવશે.
બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ અને, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ અપાયું છે. તો સૌરાષ્ટ્રના જુનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર, દીવ, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, અમરેલી, જામનગરમાં આજે ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આજે રાજ્યના તમામ જિલ્લાઓ માટે ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. શીયર ઝોન અને ઓફ શૉર ટ્રફના કારણે રાજ્યમાં વરસાદની આગાહી છે.
Trending Photos